Nimuben Bambhaniya: ભાવનગરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ રૂ.૨૫૬ લાખના ખર્ચે તૈયાર થનાર આ સરકારી બિલ્ડિંગનું કર્યું ખાતમુહૂર્ત.

At Talaja taluka of Bhavnagar Nimuben Bambhaniya Government Hon. Dedication of Science School Building
At Talaja taluka of Bhavnagar Nimuben Bambhaniya Government Hon. Dedication of Science School Building

News Continuous Bureau | Mumbai

Nimuben Bambhaniya: ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા ખાતે ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયનાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ રૂ.256 લાખના ખર્ચે  તૈયાર થનાર સરકારી ઉ.મા. સાયન્સ સ્કૂલ બિલ્ડિંગનું ( Science School ) ખાતમુહૂર્ત કર્યું હતું. આ અદ્યતન બિલ્ડીંગમાં પરિસરમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી કોમ્પ્યુટર લેબ,લાઈબ્રેરી,કોન્ફરન્સ હોલ તથા પાંચ વર્ગ ખંડનું નિર્માણ  કરવામાં આવશે. 

At Talaja taluka of Bhavnagar Nimuben Bambhaniya Government Hon. Dedication of Science School Building
At Talaja taluka of Bhavnagar Nimuben Bambhaniya Government Hon. Dedication of Science School Building

સરકારી ઉ.મા. સાયન્સ સ્કૂલ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરતાં કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર ( Gujarat Government ) વિદ્યાર્થીઓને ઉત્તમ પ્રકારનું શિક્ષણ ઘર આંગણે જ મળી રહે તે માટે પ્રતિબધ્ધ છે ત્યારે તળાજા મુખ્ય મથકે રૂ.૨૫૬ લાખના ખર્ચે સરકારી ઉ.મા. સાયન્સ સ્કૂલ બિલ્ડિંગનું   નિર્માણ થશે જેથી આવનાર સમયમાં તળાજાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના ધો. 11 અને 12ના સાયન્સ પ્રવાહ (વિજ્ઞાન પ્રવાહ)ના વિદ્યાર્થીઓને  ઘર આંગણે જ ઉત્તમ પ્રકારનું શિક્ષણ મળી રહેશે તેમ જણાવી શિક્ષણ એ સમાજના ઘડતરનો અગત્યનો પાયો છે. આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓ શાળાના શિક્ષણની સાથે-સાથે ટેક્નોલોજીમાં પણ ખૂબ જ આગળ વધી રહ્યાં છે.

At Talaja taluka of Bhavnagar Nimuben Bambhaniya Government Hon. Dedication of Science School Building
At Talaja taluka of Bhavnagar Nimuben Bambhaniya Government Hon. Dedication of Science School Building

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ગુજરાતના ( Gujarat  ) પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘ દ્રષ્ટીના પરિણામે આજે ગુજરાતની સાથે દેશે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિધ્ધિ હાંસલ કરી છે.

જ્યારે ભાવનગર ( Bhavnagar ) જિલ્લાના તળાજા તાલુકાના ગોરખી ગામ ખાતે ગ્રાહકની બાબતો,ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયનાં કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાનાં  અધ્યક્ષસ્થાને ‘એક પેડ માં કે નામ’ ( Ek Ped Maa Ke Naam ) અભિયાન હેઠળ ‘માતૃવન વૃક્ષારોપણ’નો કાર્યક્રમ યોજાયો હતો.

At Talaja taluka of Bhavnagar Nimuben Bambhaniya Government Hon. Dedication of Science School Building
At Talaja taluka of Bhavnagar Nimuben Bambhaniya Government Hon. Dedication of Science School Building

આ સમાચાર પણ વાંચો : Mpox Case: શંકાસ્પદ એમપોક્સ કેસની ચાલી રહી છે તપાસ, કેન્દ્ર સરકારે આપી આ માહિતી.

માતૃવન વૃક્ષારોપણ’ કાર્યક્રમ સમારોહમાં મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ કહ્યું કે, દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતની સાથે સમગ્ર દેશને હરિયાળું બનાવવા ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે ત્યારે આપણે સહુએ  તળાજાની ભૂમિમાં સામૂહિક પ્રયાસો થકી વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરીએ. ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં જ્યાં પણ જગ્યા હોય તેવી તમામ જગ્યાઓએ દરેક વ્યક્તિને અવશ્ય વૃક્ષોનું વાવેતર તેમજ જતન કરવું જોઈએ તેમ કહી મંત્રીશ્રીએ સમગ્ર ભાવનગર જિલ્લાને હરિયાળું બનાવવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.

At Talaja taluka of Bhavnagar Nimuben Bambhaniya Government Hon. Dedication of Science School Building
At Talaja taluka of Bhavnagar Nimuben Bambhaniya Government Hon. Dedication of Science School Building

આ પ્રસંગે ધારાસભ્યશ્રી ગૌતમભાઈ ચૌહાણ, તાલુકા પ્રમુખશ્રી રાણાભાઇ સોલંકી, આગેવાનશ્રી રાજુભાઇ ફાળકી, શ્રી સી. પી.સરવૈયા, તળાજાનાં આરએફઓ ઓફિસરશ્રી આરતીબેન શિયાળ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી હિતેન્દ્રસિંહ પઢેરીયા, શ્રીભરતભાઈ વાઘેલા (ફોરેસ્ટ), શ્રી પ્રકાશભાઈ રાઠોડ તેમજ ફોરેસ્ટ સ્ટાફ તથા ગામના મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

By Hiral Meria

Hiral Meria is a content aggregator with a talent for curating and delivering diverse information to audiences

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!