ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
19 ઓગસ્ટ 2020
ભારતીય જનતા પાર્ટીના નેતા ગોરધન ઝડફિયાની હત્યા કરવા માટે મુંબઇથી એક શાર્પ શૂટર ગુજરાત આવ્યો હતો. એટીએસ ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશનમાં તેની અટક કરી છે. આ પહેલા શાર્પ શૂટરે પહેલા પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. પરંતુ કોઇને ઇજા થઇ નથી. 'ગુજરાતમાં એક મોટા નેતા ને મારવા માટે છોટા શકીલનો માણસ મુંબઈ થી આવવાનો છે અને રીલીફ રોડની એક હોટલમાં રોકાવાનો છે.' એવી પાક્કી માહિતી અમદાવાદ એટીએસ, ગુજરાત ટેરેરિસ્ટ સ્કવોડ અને ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. માહિતી મળતા જ સંયુક્ત રીતે પોલીસની ટીમે હોટલ પર છાપો માર્યો હતો.
બીજી બાજુ આ મુદ્દે ગોરધન ઝડફિયાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે "અગાઉં હું જ્યારે નવસારીના પ્રવાસે ગયો હતો ત્યારે પણ મારી રેકી કરવામાં આવી હતી. આથી જ હું એલર્ટ હતો. કારણકે મને અગાઉથી કંઈક અજુગતું બનવાના સંકેતો મળી ગયા હતા."
ઉલ્લેખનીય છે કે ગોરધન ઝડફિયા ગોધરાકાંડ સમયે ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હતા. 2002 માં ગુજરાતનાં રમખાણો વેળાએ ગૃહરાજ્ય મંત્રી રહી ચૂકેલા ગોરધન ઝડફિયા ઉપરાંત ભાજપના અન્ય મોટા નેતાઓને પણ નિશાન બનાવવાના હતા, એમ પકડાયેલા શૂટર પાસેથી જાણવા મળ્યું છે. આ ઘટનાક્રમ પરથી સાબિત થાય છે દાઉદ ઈબ્રાહિમનો જમણો હાથ ગણાતા છોટા શકીલની ગેંગ, ગુજરાતમાં ફરી એક્ટિવ થઈ રહી છે. નોંધનીય છે કે ગોરધન ઝડફિયાને અગાઉથી ઝેડ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી જ છે. પરંતુ આજની ઘટના બાદ તેમની સુરક્ષામાં વધારો કરાશે એમ હાલના ગુજરાતના ગૃહ મંત્રીએ જણાવ્યું છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com