Site icon

પુણેની મહિલા IPS અધિકારીને મફતની બિરિયાની ન પચી; ઓડિયો વાયરલ થતા નોકરી ખતરામાં મુકાઈ, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૩૦ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

શુક્રવાર

એક મહિલા પોલીસ અધિકારી પુણેની એક પ્રખ્યાત હોટલમાંથી મફતમાં બિરયાની મગાવી હતી. તેણે તેના કર્મચારી સાથે ફોન પર કરેલી વાતચીત હાલમાં ખૂબ વાયરલ થઈ રહી છે. પુણેમાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) તરીકે ફરજ બજાવતી આ અધિકારીથી કંટાળી કર્મચારીએ સીધી પોલીસ મહાનિર્દેશક સમક્ષ ફરિયાદ નોંધાવી છે. કર્મચારીએ આ સંદર્ભે પત્ર લખી અને મેડમના મફત બિરયાની ઓર્ડર કરવાની વાત કરે છે તે ઓડિયો ક્લિપ પણ પોલીસ મહાનિર્દેશકને મોકલી છે.

આ ઓડિયો ક્લિપમાં સંભળાય છે કે મેડમે કર્મચારીને તમામ ખોરાક મફતમાં લાવવા માટે કહી રહ્યા છે. આ ઓડિયો ક્લિપ પાંચ મિનિટ લાંબી છે. તેમાં, મેડમ કર્મચારીને પૂછે છે કે પુણેમાં શ્રેષ્ઠ માંસાહારી ખોરાક ક્યાં મળશે? ત્યારે કર્મચારીએ કહ્યું હતું કે અમે હંમેશા પૈસા ચૂકવીએ જ છીએ. તેના પર મહિલા અધિકારી જવાબ આપ્યો હતો કે શું પોતાના વિસ્તારની હોટલોમાં પણ પોલીસે પૈસા ચૂકવવા પડશે?

મલાડ ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી; અધિકારીની સતર્કતાને કારણે નકલી નંબર પ્લેટ સાથે વાહન ચલાવતો વ્યક્તિ પકડાયો

ઉલ્લેખનીય છે કે હવે આ સંદર્ભે રાજ્યના ગૃહ પ્રધાન દિલીપ વળશે-પાટીલે તપાસના આદેશ આપ્યા છે અને પુણે પોલીસના કમિશનર અમિતાભ ગુપ્તાને રીપોર્ટ સબમિટ કરવા જણાવ્યું છે. આ મામલે હવે પુણે સાયબર સેલ ઓડિયોની પ્રમાણિકતા તપાસશે.

Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Rohit Pawar Ajit Pawar Case Update: મુંબઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! રોહિત પવાર પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા; અજીત પવાર વિરુદ્ધ FIR માટે CMO સુધી પહોંચી વાત
Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Exit mobile version