News Continuous Bureau | Mumbai
Aurangabad railway station rename નાંદેડ: મહારાષ્ટ્રના ઇતિહાસ અને સંસ્કૃતિને માન આપતા એક મોટા નિર્ણયમાં, ઔરંગાબાદ રેલવે સ્ટેશનનું નામ હવે સત્તાવાર રીતે બદલીને ‘છત્રપતિ સંભાજીનગર રેલવે સ્ટેશન’ કરી દેવામાં આવ્યું છે. દક્ષિણ મધ્ય રેલવે એ આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે.
મહારાષ્ટ્ર સરકારે આ બદલાવ અંગે રાજપત્ર દ્વારા સત્તાવાર જાહેરાત કરી દીધી છે. દક્ષિણ મધ્ય રેલવેના નાંદેડ ડિવિઝન હેઠળ આવતા આ સ્ટેશનના નામ બદલવાની મંજૂરી મળ્યા બાદ, રેલવે દ્વારા તમામ જરૂરી વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.સ્ટેશનના તમામ સાઇનબોર્ડ, ટિકિટ, જાહેરાત અને ડિજિટલ સિસ્ટમમાં નવું નામ ‘છત્રપતિ સંભાજીનગર’ અપડેટ કરવાનું કામ ચાલી રહ્યું છે, અને આ બદલાવ હવે ઔપચારિક રીતે અમલમાં આવી ગયો છે.આ નામકરણ મરાઠા સામ્રાજ્યના બીજા શાસક અને છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજના સન્માનમાં કરવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Doctor suicide: ડૉક્ટર આત્મહત્યા કેસમાં સનસનાટીભર્યો વળાંક: અન્ય એક આપઘાત સાથે જોડાયા તાર, ખોટા પોસ્ટમોર્ટમ રિપોર્ટનો ચોંકાવનારો દાવો
નોંધનીય છે કે, લગભગ ત્રણ વર્ષ પહેલાં જ મહારાષ્ટ્ર સરકારે ઔરંગાબાદ શહેરનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર કરી દીધું હતું. હવે રેલવે સ્ટેશનનું નામ બદલવાથી આ સંપૂર્ણ પ્રક્રિયા આખરી ઓપ પામી છે.
Enjoy the meltdown 🔥 pic.twitter.com/InTo5ZNuQh
— Megh Updates 🚨™ (@MeghUpdates) October 26, 2025