News Continuous Bureau | Mumbai
Aurangzeb Tomb VHP – Bajrang Dal : મહારાષ્ટ્રના સંભાજીનગર જિલ્લામાં સ્થિત ઔરંગઝેબનો મકબરો જોખમમાં છે. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ ઔરંગઝેબની કબરને દૂર કરવાની માંગને વધુ તીવ્ર બનાવી છે. એટલું જ નહીં જો સરકાર કાર્યવાહી કરવામાં નિષ્ફળ જાય તો હિન્દુ સંગઠનોએ ‘કાર સેવા’ કરવાની ધમકી આપી છે. આ ધમકીઓ વચ્ચે, પોલીસે શહેરમાં એલર્ટ જારી કર્યું છે.
Aurangzeb Tomb VHP – Bajrang Dal : ઔરંગઝેબ ની કબર એક વિભાજનકારી પ્રતીક
મીડિયા રિપોર્ટ મુજબ બજરંગ દળ અને VHPનું કહેવું છે કે છત્રપતિ સંભાજી નગરના ખુલદાબાદમાં સ્થિત ઔરંગઝેબ ની કબર એક વિભાજનકારી પ્રતીક છે અને સાંપ્રદાયિક વિખવાદને પ્રોત્સાહન આપે છે. બંને જૂથોએ મહારાષ્ટ્રભરમાં તહસીલદાર અને જિલ્લા કલેક્ટર કચેરીઓ બહાર વિરોધ પ્રદર્શન કરવાની યોજના બનાવી છે, અને તેને દૂર કરવાની માંગ કરી છે.
Aurangzeb Tomb VHP – Bajrang Dal : વધુ વણસી શકે છે પરિસ્થિતિ
પોલીસને ડર છે કે જો ભીડ ઔરંગઝેબની કબર પર પહોંચી જશે તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે. તમને જણાવી દઈએ કે પોલીસ પ્રશાસને સમાધિમાં સીધા પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. આગામી આદેશ સુધી સમાધિમાં સીધા પ્રવેશ પર પ્રતિબંધ છે. તમને જણાવી દઈએ કે આ મકબરો સંભાજીનગર શહેરથી લગભગ 30 કિલોમીટર દૂર ખુલતાબાદમાં સ્થિત છે.
આ સમાચાર પણ વાંચો: હવે મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબર પર શરૂ થયું રાજકારણ, સીએમ ફડણવીસના નિવેદન પર એક થયા પક્ષ વિપક્ષના નેતા.. કરી દીધી આ માંગ..
Aurangzeb Tomb VHP – Bajrang Dal : મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ ઔરંગઝેબની કબરના મુદ્દા પર વાત કરી
મહારાષ્ટ્ર વિધાનસભાના બજેટ સત્રમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ ઔરંગઝેબની કબરના મુદ્દા પર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમને પણ લાગે છે કે ઔરંગઝેબની કબર દૂર કરવી જોઈએ, કોંગ્રેસના શાસન દરમિયાન કબરને ASI સુરક્ષા મળી હતી, કેટલીક બાબતો કાયદેસર રીતે કરવી પડશે.