Ayodhya : ભાજપની હારથી આક્રોશમાં આવ્યો યુવક, પહેલા જમીન પર ‘અયોધ્યા’ લખ્યું, પછી ચાંપી દીધી આગ… જુઓ વાયરલ વીડિયો

Ayodhya : સોશિયલ મીડિયા પર અયોધ્યાના લોકો વિરુદ્ધ અનેક પ્રકારના વીડિયો અને મીમ્સ શેર કરવામાં આવી રહ્યા છે. આ જ ક્રમમાં એક વ્યક્તિએ પોતાનો વિરોધ અનોખી રીતે વ્યક્ત કર્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે 'અયોધ્યા' શબ્દને આગ ચાપતો જોવા મળે છે.

by kalpana Verat
- Ayodhya BJP Supporter Writes Ayodhya & Sets It On Fire After Party's Humiliating Defeat In Lok Sabha Elections; VIDEO Goes Viral

News Continuous Bureau | Mumbai

Ayodhya : લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આશ્ચર્યજનક હતા. જ્યાં 400ને પાર કરવાનો નારો આપનાર ભાજપ 300 બેઠકો માંડ જીતી શકી હતી. તે જ સમયે, આ પરિણામો ભાજપના સમર્થકો માટે ખુબ જ નિરાશાજનક હતા. તેમાં પણ ખાસ કરીને ફૈઝાબાદ મતવિસ્તારમાં આવતા અયોધ્યા રામ મંદિર વિસ્તારના પરિણામોએ ભાજપના સમર્થકોના મનમાં ગુસ્સો ભરી દીધો છે. પરિણામો બાદ અયોધ્યાના લોકો આકરી ટીકાનો સામનો કરી રહ્યા છે.

Ayodhya : જુઓ વીડિયો 

સોશિયલ મીડિયા પર અયોધ્યાના લોકો વિરુદ્ધ અનેક પ્રકારના વીડિયો અને મીમ્સ શેર કરવામાં આવી રહ્યા છે. આ જ ક્રમમાં એક વ્યક્તિએ પોતાનો વિરોધ અનોખી રીતે વ્યક્ત કર્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે ‘અયોધ્યા’ શબ્દને આગ ચાપતો જોવા મળે છે.  

Ayodhya : કાર્યવાહીની ઉઠી માંગ

વાસ્તવમાં, આ વીડિયોમાં, ભાજપનો ખેસ પહેરેલા વ્યક્તિએ પહેલા જમીન પર ‘અયોધ્યા’ લખેલું છે, તેને આગ લગાડે છે અને પછી તેના પર તેલ રેડે છે. આ પછી તે જમીન પર બેસી જાય છે અને બૂમો પાડવા લાગે છે.  આ વીડિયો સામે આવ્યા બાદ લોકો ખૂબ ગુસ્સે થઈ ગયા હતા અને વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવા લાગ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  

Ayodhya :  પોલીસે કાર્યવાહી હાથ ધરી

સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે વીડિયો સામે વાંધો ઉઠાવ્યો છે અને કોમેન્ટ્સ પણ કરી છે. આ દરમિયાન, વીડિયો ઝડપથી વાયરલ થતા જોઈને યુપી પોલીસે તેની નોંધ લીધી. લોકોના વિરોધને જોતા પોલીસે વ્યક્તિ સામે કાર્યવાહી કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More