Site icon

Ayodhya Ram Mandir: હવે અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટ તરફથી VBA નેતા પ્રકાશ આંબેડકરને પણ મળ્યું આમંત્રણ.. જાણો જવાબમાં શું કહ્યું.. જુઓ અહીં..

Ayodhya Ram Mandir: રામ જન્મભુમિ ટ્રસ્ટ દ્વારા હવે નેતા પ્રકાશ આંબેડકરને પણ રામ મંદિરના ઉદ્દઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં વળતો જવાબ પણ આપવામાં આવ્યો છે.તો જાણો શું કહ્યું પ્રકાશ આંબેડકરે..

Ram Mandir Now VBA leader Prakash Ambedkar also received an invitation from Ayodhya Ram Mandir Trust..

Ram Mandir Now VBA leader Prakash Ambedkar also received an invitation from Ayodhya Ram Mandir Trust..

News Continuous Bureau | Mumbai

Ayodhya Ram Mandir: વંચિત બહુજન આઘાડીના નેતા પ્રકાશ આંબેડકરને ( Prakash Ambedkar ) રામ મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ ( invitation ) મળ્યું છે. આંબેડકરે રામ જન્મભૂમિ ટ્રસ્ટને આ આમંત્રણનો જવાબ મોકલ્યો અને કહ્યું કે તેઓ તેમાં તેઓ ભાગ લેશે નહીં. VBA પ્રમુખે કહ્યું કે આ કાર્યક્રમને ભાજપ ( BJP ) અને RSS દ્વારા હાઈજેક કરવામાં આવ્યું છે. આ ધાર્મિક સમારોહને ચૂંટણી લાભ માટે પ્રચાર તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. 

Join Our WhatsApp Community

ટ્રસ્ટ દ્વારા મોકલવામાં આવેલા જવાબમાં પ્રકાશ આંબેડકરે લખ્યું, “મને શ્રી રામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રિત કરવા બદલ આભાર. આ કાર્યક્રમમાં હું હાજરી આપીશ નહીં. મારા હાજરી ન આપવાનું કારણ એ છે કે ભાજપ અને આરએસએસે આ કાર્યક્રમને હાઇજેક કર્યો છે. ધાર્મિક વિધિ ( religious ceremony ) એ ચૂંટણીના ( election ) લાભ માટે રાજકીય ઝુંબેશ બની ગઈ છે.

 પોતાના રાજકીય ફાયદા માટે ધર્મ અને સંપ્રદાયનો ઉપયોગ ખોટો: પ્રકાશ આંબેડકરે..

તેમણે એમ પણ લખ્યું કે, “મારા દાદા ડો. બાબાસાહેબ આંબેડકરે ચેતવણી આપી હતી કે જો રાજકીય પક્ષો ધર્મ, સંપ્રદાયને દેશથી ઉપર મૂકશે તો બીજી વખત આપણી આઝાદી જોખમમાં આવશે અને આ વખતે કદાચ આપણે તેને કાયમ માટે ગુમાવી દઈશું. આજે આ ડર સાચો સાબિત થયો છે. ધર્મ અને સંપ્રદાયને દેશ ઉપર સ્થાન આપનાર ભાજપ-આરએસએસે પોતાના રાજકીય લાભ માટે આ કાર્યને યોગ્ય બનાવ્યું છે.”

આ સમાચાર પણ વાંચો : Karamsad: કેવીઆઇસી અધ્યક્ષે કરમસદમાં ગ્રામીણ કારીગરોને 150 સ્વદેશી ચરખા અને 150 ઈલેક્ટ્રીકલી ઓપરેટેડ વ્હીલ્સનું વિતરણ કર્યું

ઉલ્લેખનીય છે કે, આ પહેલા એનસીપી પ્રમુખ શરદ પવારને પણ રામ મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ મળ્યું હતું. તેણે પણ જવાની ના પાડી અને કહ્યું હતું કે હુંપછીથી જઈશ. શરદ પવારે ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે મળેલા આમંત્રણ માટે તેઓ આભારી છે, પરંતુ તેઓ હાજરી આપી શકશે નહીં.

શરદ પવારે વધુમાં કહ્યું હતું કે, આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રામ ભક્તો ભાગ લેશે અને તેમના દ્વારા આનંદ મારા સુધી પહોંચશે. 22 જાન્યુઆરી પછી રામલલાના દર્શન સરળ થઈ જશે. ત્યારે હું અયોધ્યા જવાનો પ્લાન બનાવી રહ્યો છું અને રામલલાની પૂજા પણ કરીશ. ત્યાં સુધીમાં મંદિરનું બાંધકામ પણ પૂર્ણ થઈ જશે.

Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Exit mobile version