News Continuous Bureau | Mumbai
Ayodhya Ram Mandir: ઘણા દાયકાઓ સુધી કોર્ટમાં ગયા બાદ અયોધ્યામાં રામ લલ્લાના મંદિરના નિર્માણ માટે માર્ગ મોકળો થયો છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો ( prana-pratishtha ) કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે. પરંતુ આવા સમયે રામલલાનો મામલો ફરી એકવાર હાઈકોર્ટમાં પહોંચ્યો છે.
આ પ્રાણ પ્રતિષ્ઠા સામે વિરોધના અવાજો પણ ઉઠવા લાગ્યા છે. દેશના શંકરાચાર્યે ( Shankaracharya ) તેને અશુભ ગણાવ્યું છે. હવે, શંકરાચાર્યની દલીલોના આધારે, 22 જાન્યુઆરીએ યોજાનારી પ્રાણ પ્રતિષ્ઠા વિરુદ્ધ અલ્હાબાદ હાઈકોર્ટમાં ( Allahabad High Court ) PIL દાખલ કરવામાં આવી છે, જેમાં અધુરા રહેલ મંદિર નિર્માણમાં પ્રાણ પ્રતિષ્ઠા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ અભિષેક અને પ્રતિષ્ઠા સનાતનની ( Sanatan ) વિરુદ્ધ છે.
અરજીમાં 22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં રામ લાલાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે.
વાસ્તુશાસ્ત્રમાં ( Vastu Shastra ) અધૂરા ઘરમાં પ્રવેશ કરવો અશુભ માનવામાં આવે છે…
પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના ભોલા દાસે આ અરજી દાખલ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ’22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે. રામલલાની મૂર્તિ નિર્માણાધીન મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પૂજા અર્ચના કરશે. વધુમાં કહેવામાં આવ્યું છે કે, ‘શંકરાચાર્યોએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સામે વાંધો ઉઠાવ્યો છે. પોષ મહિનામાં કોઈ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું નથી. મંદિર હજુ પૂર્ણ થયું નથી. તેથી અધૂરા મંદિરમાં કોઈ મૂર્તિ બિરાજમાન થઈ શકે નહી.
આ સમાચાર પણ વાંચો : Ayodhya ram mandir: પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા અયોધ્યા પહોંચ્યા ટીવી ના રામ, લક્ષ્મણ અને સીતા,થયું કલાકારો નું ભવ્ય સ્વાગત, જુઓ વિડીયો
ઉલ્લેખનીય છે કે અયોધ્યાના રામ મંદિરમાં મંગળવારથી રામલલાની અભિષેક વિધિ શરૂ થઈ ગઈ છે. મંદિર ટ્રસ્ટના સભ્યના નેતૃત્વમાં આ સમયગાળા દરમિયાન અનેક ધાર્મિક વિધિઓ શરુ કરવામાં આવી છે. મંગળવારે શરૂ થયેલી ધાર્મિક વિધિ નવા મંદિરમાં રામલલાની મૂર્તિના અભિષેક સાથે જ પૂર્ણ થશે. રામ મંદિરના મુખ્ય પૂજારીએ એક નિવેદનમાં કહ્યું હતુ કે, ‘વિધિ શરૂ થઈ ગઈ છે અને 22 જાન્યુઆરી સુધી આ વિધિ ચાલશે. 11 પૂજારીઓ તમામ ‘દેવો અને દેવીઓ’નું આહ્વાન કરતી ધાર્મિક વિધિઓ કરી રહ્યા છે. આ મહિનાની 22મી તારીખ સુધી ચાલનારી ધાર્મિક વિધિઓના યજમાન મંદિર ટ્રસ્ટના સભ્યો છે.
આ અરજીમાં પ્રાણ પ્રતિષ્ઠાને સનાતન પરંપરા વિરુદ્ધનો મામલો પણ ગણાવવામાં આવ્યો છે, જે ચૂંટણીલક્ષી લાભ માટેનો કાર્યક્રમ છે . એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી લાભ માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. તમને જણાવી દઈએ કે સનાતન તેમજ જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં અધૂરા ઘરમાં પ્રવેશ કરવો અશુભ માનવામાં આવે છે.
