News Continuous Bureau | Mumbai
Ayushman Bhava – ભારતના રાષ્ટ્રપિતા “મહાત્મા ગાંધીજી” ( Mahatma Gandhiji ) જન્મદિવસના ( Birthday ) તા.૦૨જી ઓકટોમ્બરના રોજ સુરત ( Surat ) જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ( District Health Officer ) ડો. અનિલ પટેલના ( Dr. Anil Patel ) સીધા માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા ક્વોલીટી એશ્યોરન્શ મેડીકલ ઓફિસર ( District Quality Assurance Medical Officer ) ડો. મહેન્દ્ર પટેલના આયોજન થકી સુરત જિલ્લાના કુલ ૬૪૨ ગામોમાં આરોગ્ય કર્મચારી, સરપંચ, તલાટી તેમજ ગામના સામાજીક આગેવાનો દ્વારા “આરોગ્ય ગ્રામસભા” ( Arogya Gram Sabha ) કરવામાં આવી હતી.
આ ગ્રામસભામાં લોકોને ટી.બી.મુકત ભારત અભિયાન ( TB Free India Campaign ) વર્ષ:-૨૦૨૫ “મારુ ગામ ટી.બી. મુકત ગામ”, ટી.બી.નિર્મૂલન સંદેશ, PMJAY કાર્ડ (પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના), ABHA કાર્ડ વિશેની માહિતી, મેલેરીયા, ડેન્ગ્યુ, તેમજ ચિકનગુનીયા અટકાયત માટેના જરૂરી સૂચનો, શંકાસ્પદ લેપ્રેસી કેસ વિશેની સમજણ અને પર્સનલ હાઈજીન વિશેની જરૂરી માહિતી ગ્રામસભામાં આપવામાં આવી હતી. ગ્રામસભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Vande Bharat sleeper coach: વંદે ભારત ટ્રેનમાં આવો હશે સ્લીપર કોચ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શેર કર્યા ફોટોસ, જાણો ક્યારે મુસાફરી કરી શકશે મુસાફરો