News Continuous Bureau | Mumbai
Azadi ka Amrit Mahotsav: આઝાદીના અમૃત મહોત્સવના સમાપન કાર્યક્રમ અંતર્ગત ભારત સરકાર, ગુજરાત રાજ્ય સરકાર, વડોદરા જિલ્લા વહીવટી તંત્ર, ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયના નહેરુ યુવા કેન્દ્ર વડોદરા તેમજ વડોદરા જિલ્લાની ગ્રામ પંચાયતો દ્વારા વિવિધ ગામોમાં મારી માટી મારો દેશ કાર્યક્રમનું આયોજન ૯મી ઓગસ્ટથી આરંભ કરવામાં આવ્યું, જેમાં માટીને નમન, વીરોને વંદન કાર્યક્રમ તેમજ ૭૫ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

Azadi ka Amrit Mahotsav: Plantation of trees was done under the theme of Mari Mati, Maro Desh in Vadodara
સદર કાર્યક્રમમાં ગ્રામ સમિતિના સભ્યો,ગ્રામજનો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, એન.એન.એસ. સ્વયં સેવકો તેમજ નહેરુ યુવા કેન્દ્ર વડોદરાના સ્વયં સેવકો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો.
આ સમાચાર પણ વાંચો : Aadhaar Paperless Offline e-KYC : આધાર પેપરલેસ ઑફલાઇન ઇ-કેવાયસી: સુરક્ષિત અને અનુકૂળ ઓળખ ચકાસણીને ફરીથી વ્યાખ્યાયિત કરવી