News Continuous Bureau | Mumbai
Badlapur School Case: બદલાપુરમાં શાળાની બે નાની બાળકીઓકથિત યૌન શોષણ બાદ વિરોધ ઉગ્ર બન્યો છે અને સ્થાનિક લોકો અને દેખાવકારોએ કેટલીક મહત્વની માંગણીઓ રજૂ કરી છે. વિરોધીઓએ ખાસ કરીને કાનૂની કાર્યવાહી ઝડપી બનાવવા અને આરોપીઓને કઠોર સજા અથવા મૃત્યુદંડ આપવા માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની રચના કરવાની માંગ કરી હતી. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં જ ચલાવવામાં આવશે અને આરોપીઓને કડક સજા આપવામાં આવશે.
Badlapur School Case: કમિશનરને મોડેથી જવાબ આપનારા અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો નિર્દેશ
દેખાવકારોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસ ટીમે કાર્યવાહીમાં વિલંબ કર્યો હતો અને આવું કરનારા અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે દેખાવકારોની માંગને સ્વીકારીને પોલીસ કમિશનરને મોડેથી જવાબ આપનારા અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો નિર્દેશ આપ્યો – સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલ. સીએમ એકનાથ શિંદેએ પણ આ મામલાની તપાસના આદેશ આપ્યા હતા અને પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની માહિતી આપી હતી.
#WATCH | “The incident of rape in Badlapur is very serious, I strongly condemn this incident. The state government has formed an SIT under the leadership of a woman officer of IG rank to investigate the case. The government is trying to get the case to the fast-track court so… pic.twitter.com/bR2NVK8ZnW
— ANI (@ANI) August 20, 2024
પ્રદર્શનકારીઓની માંગણીઓનો જવાબ આપતા અધિક પોલીસ કમિશનર સંજય જાધવે દેખાવકારો સાથે વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કેટલાક પ્રદર્શનકારીઓએ પોલીસ પર બોટલો ફેંકવાનું શરૂ કરી દીધું હતું. તેમના સંબોધન દરમિયાન જાધવે ભીડને આશ્વાસન આપ્યું અને કહ્યું, અમે તમારી માંગ સાથે સહમત છીએ પરંતુ કૃપા કરીને અમારી વાત સાંભળો.
Badlapur School Case: કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે
જણાવવામાં આવી રહ્યું છે કે બદલાપુરમાં વાતાવરણ અતિતંગ છે. વિરોધ વચ્ચે, પોલીસ અધિકારીઓ “ભારત માતા કી જય” અને “ડૉ. બાબાસાહેબ આંબેડકર કી જય” જેવા નારા લગાવતા જોવા મળ્યા હતા. તેમણે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા કાયદાના અમલીકરણની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો અને કહ્યું કે બંધારણ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
સ્થાનિક પોલીસ બે થી ત્રણ દિવસની સમય મર્યાદામાં ચાર્જશીટ તૈયાર કરવાનો પ્રયાસ કરી રહી છે. વિરોધમાં પ્રદર્શનકારીઓએ રેલ્વે ટ્રેક બ્લોક કરી દીધા છે અને ટ્રેનો રોકી છે. જેના કારણે સામાન્ય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પોલીસ કમિશનર સંજય જાધવે અપીલ કરી હતી કે રેલ્વે મુંબઈની લાઈફલાઈન છે અને તેથી તેને બંધ ન કરવી જોઈએ, અને તેનાથી સામાન્ય લોકોની મુશ્કેલીમાં વધારો થશે.