News Continuous Bureau | Mumbai
બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય ફરી એકવાર પોતાના નિવેદનના કારણે વિવાદોમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. આ વખતે તેમનો હનુમાન જયંતિનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કૈલાશ વિજયવર્ગીય કહી રહ્યા છે કે કેટલીક મહિલાઓ એવા કપડાં પહેરીને બહાર આવે છે કે તેમને કારમાંથી નીચે ઉતરીને થપ્પડ મારવાનું મન થાય છે. તે સંપૂર્ણ શૂર્પણખા જેવી દેખાય છે.
ભાજપના નેતાના આ નિવેદન વિશેે તમે શું કહેશો? #kailashvijayvargiya #BJP #WomensRightsAreHumanRights pic.twitter.com/NdlloOI4qQ
— Rizwan GS (@Gs1Rizwan) April 8, 2023
આ વીડિયોમાં નેતા કહેતા જોવા મળી રહ્યા છે કે, હું ક્યારેક ક્યારેક જોઉં છું. હું આજે પણ જ્યારે નીકળું છું, ભણેલા-ગણેલા યુવાનો, બાળકોને ફરતા જોઉં છું તો ખરેખર એવી ઈચ્છા થાય છે કે 5-7 એવી ચોંટાડું કે તેમનો નશો જ ઉતરી જાય. સત્ય કહું છું, ભગવાનના સોગંદ. હનુમાન જયંતિ પર જૂઠ નહીં બોલું. છોકરીઓ પણ એટલા ગંદા કપડાં પહેરે છે કે… આપણે મહિલાઓને દેવી કહીએ છીએ, તેમનામાં દેવીનો સ્વરૂપ જ દેખાતો નથી. એકદમ શુપર્ણખા લાગે છે. ખરેખર ભગવાને સુંદર શરીર આપ્યું છે, જરાક સારા કપડાં પહેરો યાર. બાળકોને સંસ્કાર આપો. હું ખૂબ જ ચિંતિત છું.
આ સમાચાર પણ વાંચો: ભાજપે આ રાજ્યમાં ખેલ પાડ્યો… દિગ્ગજ નેતા અને પૂર્વ CMએ ધારણ કર્યો ભગવો, કોંગ્રેસ પર સાધ્યું નિશાન…