Badrinath Accident: ઉત્તરાખંડમાં બદ્રીનાથ હાઈવે પર મોટો અકસ્માત, ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં ખાબકી; આટલા લોકોના થયા મોત ..

Badrinath Accident Tempo falls Into Alaknanda River, Uttarakhand And Claims 12 Lives

News Continuous Bureau | Mumbai  

Badrinath Accident: ઉત્તરાખંડ ( Uttarakhand ) માં ફરી એકવાર દર્દનાક માર્ગ અકસ્માત થયો છે. ચાર ધામ યાત્રાએ ગયેલા શ્રદ્ધાળુઓથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદી( Alaknanda River ) માં ખાબકી છે. આ માર્ગ અકસ્માત ( Road Accident ) માં 12 મુસાફરોના મોત થયા હોવાના અહેવાલ છે. માર્ગ અકસ્માત બાદ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

Badrinath Accident:  12 લોકોના મોત

ઉત્તરાખંડના બદ્રીનાથ   ( Badrinath ) હાઈવે પર ઝડપભેર ચાલતી મીની બસના ચાલકે વાહન પરનો કાબુ ગુમાવી દીધો હતો અને વાહન સીધુ અલકનંદા નદીમાં પડી ગયું હતું. પ્રાથમિક માહિતી એવી છે કે આ બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોમાં 12 લોકોના મોત થયા છે.

Badrinath Accident:  બસને બહાર કાઢવાનું કામ ચાલુ 

આ અકસ્માત રુદ્રપ્રયાગ શહેરથી 5 કિમી દૂર બદ્રીનાથ હાઈવે પર રેંટોલી પાસે થયો હતો અને સ્થાનિક નાગરિકો અને વહીવટીતંત્ર ઘટનાસ્થળે દોડી ગયા હતા અને નદીમાં પડેલી બસને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ અધિક્ષક ડૉ. વિશાખા ભદાને ઘટનાસ્થળે દોડી ગયા હતા.

આ સમાચાર પણ વાંચો :  Nitish Kumar : બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની અચાનક બગડી તબિયત, સારવાર માટે પહોંચ્યા હોસ્પિટલ; જાણો શું થયું તેમને..

Badrinath Accident: જુઓ વિડીયો

દરમિયાન, રેસ્ક્યુ ટીમને બોલાવવામાં આવી છે અને મિની બસની સાથે અકસ્માતગ્રસ્તોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. જો કે આ અકસ્માતમાં 12 લોકોના મોત અને 5 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. રાહત કાર્ય હજુ પણ ચાલુ છે.