Bal Sansad : નાની વયે જ બાળકોમાં લોકશાહી પ્રથાના બીજ રોપવા સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ‘બાળ સંસદ’ પહેલ, દર વર્ષે યોજાય છે ચૂંટણી

Bal Sansad : અડાજણ સ્થિત ધૂમકેતુ ન.પ્રા.શાળા ક્રમાંક ૨૧૮માં ‘બાળ સંસદ’ની લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા યોજી શાળાના મંત્રી, ઉપમંત્રી અને વિવિધ સમિતિઓના મંત્રીની પસંદગી કરાઈ બાળકોની, બાળકો માટે અને બાળકો વડે’ ચાલતી ‘બાળ સંસદ’ થકી બાળકોમાં નેતૃત્વ, સંચાલન અને શિસ્તના ગુણોનું સિંચન સુરતમાં આવેલી નગર પ્રા.શિ.સમિતિની ૩૨૭ શાળાઓમાં દર વર્ષે નિયમિત રૂપથી બાળસંસદની ચૂંટણી યોજાય છે ‘બાળ સંસદ દ્વારા બાળકોમાં નેતૃત્વ, સહકાર, નિર્ણયો લેવાની ક્ષમતા અને સ્વયંશિસ્ત વિકસે છે, જે તેમના જીવન ઘડતરમાં પણ ઉપકારક બને છે: આચાર્ય તૃપ્તિબેન કાનાણી’

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai
Bal Sansad : બાળક(Children) ના બાળપણનું ઉત્તમ ઘડતર તેમના સમગ્ર જીવનની જમાપૂંજી ગણાય છે. એટલે જ આપણા દેશમાં પ્રાથમિક શિક્ષણ (Primary education)ને પાયાનું શિક્ષણ ગણવામાં આવ્યુ છે. બાળકોને શાળાકીય જીવનથી જ લોકશાહી પ્રણાલી (Democratic System), ચૂંટણી પ્રક્રિયા ખ્યાલ આવે અને તેમનામાં નેતૃત્વના ગુણો કેળવાય તે હેતુથી રાજ્ય સરકારની પ્રેરણાથી તમામ નગર પ્રાથમિક શાળાઓમાં ધો.૩ થી ૮ ના બાળકો માટે ‘બાળ સંસદ’ની રચના કરવામાં આવે છે. સુરત શહેરમાં આવેલી ન.પ્રા.શિ.સમિતિની કુલ ૩૨૭ શાળાઓમાં નિયમિતરૂપે બાળસંસદ(Bal Sansad) ની રચના કરવામાં આવે છે, જેમાં શાળાના મંત્રી, ઉપમંત્રી અને વિવિધ સમિતિઓના મંત્રીની પસંદગી કરવામાં આવે છે. ‘બાળકોની, બાળકો માટે અને બાળકો વડે’ ચાલતી ‘બાળ સંસદ’ થકી બાળકોમાં નેતૃત્વ, સંચાલન અને શિસ્તના ગુણોનું સિંચન કરવાનો આ પ્રેરક પહેલનો ઉમદા હેતુ છે.
અડાજણ પાટિયા સ્થિત ધૂમકેતુ ન.પ્રા.શાળા ક્રમાંક ૨૧૮માં ‘બાળ સંસદ‘ની રચના માટે લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા(Election process) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના શિક્ષકો અને આચાર્યો સહિત તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાના મનપસંદ ઉમેદવારને વોટ આપ્યો હતો.

ભારતીય લોકશાહી પદ્ધતિને આધારે બાળસંસદની ચૂંટણી

જે રીતે ‘લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા’ ચાલતા શાસનને લોકશાહી કહેવાય છે અને લોકમતથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમગ્ર દેશનું સંચાલન કરે છે. એ જ રીતે ‘બાળ સંસદ’ એ બાળકોની, બાળકો માટે અને બાળકો દ્વારા ચાલતી સંસદ છે. જેમાં શાળાના બધા જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ચૂંટણી પ્રક્રિયા દ્વારા મંત્રી અને ઉપમંત્રી ઉપરાંત શિક્ષણ, આરોગ્ય, પાણી, સફાઈ તથા રમત-ગમત મંત્રીની પસંદગી કરે છે. બાળકો શાળાના વ્યવસ્થાપનમાં, વિકાસમાં, સુધારણામાં અને નિર્ણયોમાં ભાગીદાર બને છે.
શાળાના આચાર્ય શ્રીમતી તૃપ્તિબેન કાનાણીએ જણાવ્યું હતું કે, બાળ સંસદ (Bal Sansad) ની સમગ્ર પ્રક્રિયા લોકશાહી પદ્ધતિને આધારે થતી બાળકોને સામાજિક વિજ્ઞાનના શિક્ષક દ્વારા લોકશાહી માળખાની સંપૂર્ણ જાણકારી આપવામાં આવે છે. તેની પ્રક્રિયા, મહત્વ તેમજ ઉત્તરદાયિત્વ વિષે માહિતી આપી બાળકોને તેમાં ઉત્સાહભેર ભાગ લેવા માટે પ્રેરણા આપવામાં આવે છે.

Bal Sansad : elections to the children's parliament are held regularly every year in the municipal school.

Bal Sansad : elections to the children’s parliament are held regularly every year in the municipal school.

આ સમાચાર પણ વાંચો : Bahuchara Mata Temple : શક્તિપીઠ બહુચરાજી માતાજીના નવા ભવ્ય મંદિરનું કરાશે નિર્માણ, મંદિરના શિખરો પર 86 ફૂટે લહેરાશે ધજા…

ટેબલેટ મારફતે વોટિંગ

વધુમાં તેમણે કહ્યું હતુ કે, ઉમેદવારી (Candidacy) નોંધાવી હોય તેવા બાળકોને પ્રચાર-પ્રસાર વિષે પણ માહિતગાર કરવામાં આવે છે. ચૂંટણીના ૩-૪ દિવસ પહેલાથી તેઓ શિક્ષકોની સાથે દરેક વર્ગમાં જઈ વોટ માટે અપીલ કરે છે. સાથે જ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તેઓ ટેબલેટ મારફતે વોટિંગ(Voting) કરાવે છે, જેમાં ઈવીએમ મશીનની જેમ જ ઉમેદવારના નામ સામે ફોટો હોય છે. જેમાં બટન પર ક્લિક કરતા ‘બીપ’નો અવાજ આવે છે અને તેમનો મત કાઉન્ટ થાય છે. સાથે જ બેલેટ પેપરની સુવિધા પણ છે.
પદભાર મળ્યા બાદ બાળકો પોતાની જવાબદારીઓનું નિષ્ઠાપૂર્વક વહન કરે છે. ‘બાળ સંસદ’ દ્વારા બાળકોમાં નેતૃત્વ, સહકાર, નિર્ણયો લેવાની ક્ષમતા અને સ્વયંશિસ્ત વિકસે છે, જે તેમના વ્યક્તિગત વિકાસમાં પણ ઉપકારક બને છે એમ આચાર્યશ્રીએ ઉમેર્યું હતું.

બાળકોનો સર્વાંગી વિકાસ

પ્રાથમિક શાળાઓમાં બાળકોનું ભાવિ ઘડાય છે. વયસ્ક વ્યક્તિઓ કરતા બાળકોની ગ્રહણશક્તિ વધુ હોય છે. શાળાઓમાં મળતા પ્રાથમિક જ્ઞાનથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે. જે તેમને સમાજ પ્રત્યે જવાબદાર અને જાગૃત પણ બનાવે છે. રાજ્ય સરકારની આ આવકારદાયક પહેલથી બાળકોમાં લોકશાહીના મૂલ્યોનો વિકાસ થાય છે. આજનું બાળક આવતીકાલનો નાગરિક છે. જેથી નાનપણમાં જ કેળવાયેલા નેતૃત્વ, સંચાલન અને શિસ્તના ગુણો તેમનાં ઉજ્જવળ અને સફળ ભાવિ માટે મદદરૂપ નીવડે છે એમ આચાર્યશ્રી તૃપ્તિબેન જણાવે છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More