Site icon

દિવસ રાત પડછાયાની જેમ બાળા સાહેબ સાથે રહેનાર આ વ્યક્તિ શિંદે સેનામાં જોડાઈ ગયો- ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો લાગ્યો

News Continuous Bureau | Mumbai

શિવસેના પ્રમુખ(Shiv Sena President) બાળ ઠાકરેનો(Bal Thackeray) અત્યંત વિશ્વાસુ અને તેમના પડછાયાની જેમ સતત તેમની સાથે રહેનાર ચંપાસિંગ થાપા(Champa singh Thapa) શિંદે ગ્રુપમાં (Shinde Group) જોડાઈ ગયો છે. તેના આ પગલાંથી ઉદ્ધવ ઠાકરેનો (Uddhav Thackeray) જોરદાર આંચકો લાગ્યો છે. 

Join Our WhatsApp Community

ચંપાસિંગ થાપાએ સોમવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન(Maharashtra Chief Minister) એકનાથ શિંદેની(Eknath Shinde) મુલાકાત લીધી હતી અને તેમને સમર્થન આપ્યું હતું. એક સમયે માતોશ્રીમાં(Matoshree) ચંપાસિંગની ઓળખ ઘરના સભ્યની માફક થતી હતી. તેના આવા નિર્ણયથી રાજકીય સ્તરે જાત-જાતની ચર્ચાએ જોર પકડ્યું છે. તેની સાથે જ બાળ ઠાકરેનો સેક્રેટરી રહેલો મોરેશ્ર્વર રાજે (Moreshwar Raj) પણ શિંદે ગ્રુપને સમર્થન આપ્યું છે.

ચંપાસિંહ બાળ ઠાકરેનો એકદમ ખાસ હતો. 24 કલાક તેમની સાથે રહેતો હતો. તેમના ખાવા-પીવાનું, દવાથી લઈને તમામ બાબતોની જવાબદારી ચંપાસિંહે ઉઠાવી હતી. ઠાકરે પરિવાર માટે તે ઘરનો સભ્ય સમાન જ હતો. બાળ ઠાકરેના મૃત્યુ બાદ પણ તેણે ઠાકરે પરિવાર સાથે જ રહેવાનો નિર્ણય લીધો હતો. ત્યાં અચાનક સોમવારે તેણે એકનાથ શિંદેની થાણેમાં મુલાકાત લઈને તેમના ગ્રુપને સમર્થન આપ્યું હતું, જે ઠાકરે પરિવાર માટે મોટો આંચકો માનવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો :  શરદ પવારના આ ખાસમ ખાસ વ્યક્તિએ બાફી માર્યું- કહ્યું- શાળાઓમાં સરસ્વતીની મૂર્તિ કેમ છે

શિંદે ગ્રુપમાં જોડાવવાને લઈને તેને સવાલ કરવામાં આવતા તેમણે વિચારોનું કારણ આગળ કર્યું હતું. તેમ જ 2019માં શિવસેનાએ તે ભૂલ કરવી નહીં જોઈતી હતી. જે બાળ ઠાકરેના વિચાર આગળ લઈ જશે, તેને તે સમર્થન આપશે અને તેની સાથે હંમેશા રહેશે એવું પણ તેમણે કહ્યું હતું.
 

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Exit mobile version