ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૯ જુલાઈ ૨૦૨૧
શુક્રવાર
કોરોનાની બીજી ગંભીર અસર ઓસરી રહી છે, પરંતુ નિષ્ણાતોને હજી ત્રીજી લહેરની ભીતી છે. એવામાં બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે એ ખૂબ જ જરૂરી છે. આને પગલે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી જયંતી નિમિત્તે ભાજપ-ઉત્તર મુંબઈ ડૉક્ટર સેલ દ્વારા બાળમિત્ર આરોગ્ય શિબિરનું આયોજન કરાયું હતું. આ શિબિરમાં ૧૨ વર્ષથી નાની ઉંમરનાં ૧૫૦ બાળકોની ચિકિત્સા કરી હતી.
૭ જુલાઈએ યુવા બોર્ડના પ્રમુખ ગણેશ બરે અને ડૉ.સૌરભ સાંગોર દ્વારા બાળકો માટે આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનું ઉદ્ઘાટન સાંસદ ગોપાલ શેટ્ટીએ કર્યું હતું. ઉત્તર મુંબઈ ભાજપ આરોગ્ય આઘાડીના પ્રમુખ ડૉ.સૌરભ સાંગોર, ડૉ. શિલ્પા સંગોર અને ડૉ. નીતિન દિવાતે 12 વર્ષથી ઓછી ઉંમરનાં150 બાળકોના આરોગ્યની તપાસ કરી અને તેઓને જરૂર મુજબ વિટામિન અને મલ્ટિ-વિટામિનની ગોળીઓ મફત આપી હતી.
હવે જુહુના નાગરિકો બનશે ‘પોલીસ મિત્ર’; જુહુ પોલીસે શરૂ કરી નવી પહેલ, જાણો વિગત
આ પ્રસંગે સાંસદ ગોપાલ શેટ્ટીએ કહ્યું હતું કે “બાળકો ભવિષ્યમાં સ્વસ્થ રહે એ ખૂબ જ જરૂરી છે. આપણે જાગ્રત રહેવાની જરૂર છે, જેથી તેઓ ભવિષ્યમાં કોવિડથી સંક્રમિત ન થાય.” આ શિબિરમાં નીતિન પ્રધાન, મહેશ રાઉત, દીપક પટનેકર, સુનીલ મોહિતે, મહેન્દ્ર ગુરવ, અનુરાધા સાવંત કવિતા જાધવે પણ સહયોગ આપ્યો હતો.