Site icon

ભાજપ દ્વારા યોજાઈ બાળમિત્ર આરોગ્ય શિબિર; ૧૫૦ બાળકોની મફત આરોગ્ય ચિકત્સા કરાઈ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૯ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Community

શુક્રવાર

કોરોનાની બીજી ગંભીર અસર ઓસરી રહી છે, પરંતુ નિષ્ણાતોને હજી ત્રીજી લહેરની ભીતી છે. એવામાં બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે એ ખૂબ જ જરૂરી છે. આને પગલે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી જયંતી નિમિત્તે ભાજપ-ઉત્તર મુંબઈ ડૉક્ટર સેલ દ્વારા બાળમિત્ર આરોગ્ય શિબિરનું આયોજન કરાયું હતું. આ શિબિરમાં ૧૨ વર્ષથી નાની ઉંમરનાં ૧૫૦ બાળકોની ચિકિત્સા કરી હતી.

૭ જુલાઈએ યુવા બોર્ડના પ્રમુખ ગણેશ બરે અને ડૉ.સૌરભ સાંગોર દ્વારા બાળકો માટે આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનું ઉદ્ઘાટન સાંસદ ગોપાલ શેટ્ટીએ કર્યું હતું. ઉત્તર મુંબઈ ભાજપ આરોગ્ય આઘાડીના પ્રમુખ ડૉ.સૌરભ સાંગોર, ડૉ. શિલ્પા સંગોર અને ડૉ. નીતિન દિવાતે 12 વર્ષથી ઓછી ઉંમરનાં150 બાળકોના આરોગ્યની તપાસ કરી અને તેઓને જરૂર મુજબ વિટામિન અને મલ્ટિ-વિટામિનની ગોળીઓ મફત આપી હતી.

હવે જુહુના નાગરિકો બનશે ‘પોલીસ મિત્ર’; જુહુ પોલીસે શરૂ કરી નવી પહેલ, જાણો વિગત

આ પ્રસંગે સાંસદ ગોપાલ શેટ્ટીએ કહ્યું હતું કે બાળકો ભવિષ્યમાં સ્વસ્થ રહે એ ખૂબ જ જરૂરી છે. આપણે જાગ્રત રહેવાની જરૂર છે, જેથી તેઓ ભવિષ્યમાં કોવિડથી સંક્રમિત ન થાય.આ શિબિરમાં નીતિન પ્રધાન, મહેશ રાઉત, દીપક પટનેકર, સુનીલ મોહિતે, મહેન્દ્ર ગુરવ, અનુરાધા સાવંત કવિતા જાધવે પણ સહયોગ આપ્યો હતો.

Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Rohit Pawar Ajit Pawar Case Update: મુંબઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! રોહિત પવાર પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા; અજીત પવાર વિરુદ્ધ FIR માટે CMO સુધી પહોંચી વાત
Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Exit mobile version