Zika virus: મહારાષ્ટ્રમાં ચોમાસા વચ્ચે હવે ઝીકા વાયરસ ફેલાતા, પાલિકા હોસ્પિટલોએ જારી કરી આ એડવાઈઝરી.. જાણો વિગતે..

Zika virus; મહારાષ્ટ્રમાં હાલ ચોમાસુ શરુ થઈ ગયું છે. તેથી વાતાવરણમાં બદલાવના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા તેમજ અન્ય રોગચાળાના રોગોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આવા રોગોને તાત્કાલિક મહાપાલિકા હોસ્પિટલમાં સારવાર લેવી જોઈએ, મહાપાલિકાના મેડિકલ વિભાગ દ્વારા આ અપીલ કરવામાં આવી છે.

by Bipin Mewada
Be careful of Zika virus during monsoon in Maharashtra, now municipal hospitals have issued this advisory

News Continuous Bureau | Mumbai

 Zika virus: મહારાષ્ટ્રમાં ( Maharashtra ) હાલ ચોમાસુ સક્રીય થઈ ગયું છે. ત્યારે હવે પુણેમાં પણ ઝિકા રોગ પ્રવેશ્યો છે. પુણેમાં ( Pune ) એક 46 વર્ષીય ડૉક્ટર અને તેમની 13 વર્ષની પુત્રીને ઝિકા હોવાનું નિદાન થયું છે. તેથી પિંપરી-ચિંચવડ આબોહવા પરિવર્તનના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા અને અન્ય રોગચાળાના રોગોનું પ્રમાણ વધ્યું હોવાથી મહાનગરપાલિકાના મેડિકલ વિભાગે  મહારાષ્ટ્રના નાગરિકોને સાવચેતી રાખવા અને તાત્કાલિક મહાપાલિકા હોસ્પિટલમાં ( Municipal Hospital ) સારવાર લેવા માટે હવે અપીલ કરી છે. 

ઝીકા વાયરસ રોગ ( Zika virus disease ) એડીસ એજીપ્ટી મચ્છરથી ( Aedes aegypti mosquito ) થતો રોગ છે.  પુણેમાં ઝિકાનો એક દર્દી મળી આવ્યો છે. આ પૃષ્ઠભૂમિમાં હવે અન્ય સ્થળો પર ઝિકા વાયરસના દર્દીઓ જોવા ન મળે તે માટે તબીબી વિભાગ ઝીકા રોગને અનુલક્ષીને સાવચેતી અને પગલાં લઈ રહ્યું છે. 

 Zika virus: ઝિકા રોગના લક્ષણો ( Zika Disease Symptoms ) 

  1. ઝિકા રોગના લક્ષણો સામાન્ય રીતે ડેન્ગ્યુ રોગ જેવા જ હોય ​​છે..
  2. આમાં તાવ, શરીર પર ફોલ્લીઓ, આંખોમાં દુખાવો, ખભા અને સ્નાયુઓમાં દુખાવો, થાક અને માથાનો દુખાવોનો સમાવેશ થાય છે.
  3. આ લક્ષણો સામાન્ય રીતે હળવા હોય છે અને 2 થી 7 દિવસ સુધી રહે છે.
  4. ઝિકા રોગમાં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી લાગતી. ઉપરાંત, હાલ આ રોગમાં મૃત્યુ દર નોંધાયો નહીં. પરંતુ સાવસેતી લેવી ખુબ જરુરી છે.

આ સમાચાર પણ વાંચો:  David Miller T20I Retirement: દક્ષિણ આફ્રિકાના સ્ટાર બેટ્સમેન ડેવિડ મિલરે T20માંથી નિવૃત્તિ જાહેરાત પર તોડ્યું મૌન, કર્યો આ ખુલાસો.. જાણો વિગતે

 Zika virus: શું પગલાં લેવા –

 એડીસ મચ્છર જે ઝીકા વાયરસ ફેલાવે છે તે દિવસ દરમિયાન કરડતો મચ્છર છે. તેથી, દિવસ દરમિયાન સંપૂર્ણ બાહ્ય વસ્ત્રો પહેરવા જોઈએ.

  1. તમારા ઘરમાં પાણીના કન્ટેનરને યોગ્ય રીતે ઢાંકી દો.
  2. દરરોજ બાહેર જમા પાણીને બદલો.
  3. પાણીની ટાંકીઓને યોગ્ય રીતે ઢાંકી દો. 
  4. બારીઓ પર મચ્છરદાની લગાવો.
  5. અઠવાડિયામાં એક દિવસ, પાણી ધરાવતા તમામ કન્ટેનરને ખાલી કરો અને સૂકવી દો.
  6. ઝીકા વાયરસથી સંક્રમિત વ્યક્તિ સાથે જાતીય સંપર્ક દ્વારા વાયરસ ફેલાય છે, તેથી આ સંદર્ભે સાવચેતી રાખવી જોઈએ.

 Zika virus: સારવાર –

  1.  ઝિકા રોગ માટે કોઈ ચોક્કસ દવા કે રસી હાલ ઉપલબ્ધ નથી.
  2. દર્દીઓને લક્ષણોની રીતે સારવાર આપવામાં આવે છે.
  3.  હાલ મહાપાલિકાની તમામ હોસ્પિટલો પાસે ઝીકા વાયરસની સારવાર માટે જરૂરી માનવબળ અને દવાઓ ઉપલબ્ધ છે.

આ સમાચાર પણ વાંચો:  Koo Shutdown: દેશી ટ્વિટર તરીકે ઓળખાતી આ એપ થઈ જશે બંધ, ખુદ કંપનીના ફાઉન્ડરે આપી જાણકારી, હતા VVIPના એકાઉન્ટ્સ..

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More