Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેરમાં પણ હોસ્પિટલમાં આટલા ટકા પલંગ ખાલી; જાણો વિગત,

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,26 જાન્યુઆરી 2022         

Join Our WhatsApp Channel

બુધવાર.

મહારાષ્ટ્ર હાલ કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરી રહ્યો છે. ત્યારે પહેલી બે લહેરની સરખામણીમાં કોરોનાની ત્રીજી લહેરમાં હોસ્પિટલમાં 90 થી 95 ટકા બેડ હાલમાં ખાલી હોવાનું રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જલનામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે કહ્યું હતું.

આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું, "રાજ્યમાં ત્રીજી લહેર દરમિયાન શહેરની સરખામણીમાં ગ્રામીણ વિસ્તારોમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. તેથી લોકોએ વધુ કાળજી લેવાની આવશ્યકતા છે.

આ દરમિયાન રાજેશ ટોપેએ કહ્યું, "ટાસ્ક ફોર્સ અને કેન્દ્ર સરકારે યુકે અને ફ્રાન્સ પાસેથી શીખવું જોઈએ અને પ્રતિબંધો હળવા કરવામાં ભૂમિકા ભજવવી જોઈએ."

"બ્રિટન અને ફ્રાન્સના વડા પ્રધાનોએ સંસદમાં કહ્યું છે કે આપણે હવે કોરોના સાથે જીવવાનું છે. તે મુજબ તે દેશોએ નિયંત્રણો હળવા કરી નાખ્યા છે.  તેથી કેન્દ્ર સરકારે અને ટાસ્ક ફોર્સે તેમની પાસેથી બોધપાઠ લેવાની જરૂર છે. મહારાષ્ટ્ર સરકાર હવે કેન્દ્રની ભૂમિકાની રાહ જોઈ રહી છે.

 

Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Exit mobile version