News Continuous Bureau | Mumbai
બે વર્ષ બાદ મુંબઈ(Mumbai) સહિત મહારાષ્ટ્રભર(Maharashtra)માં કોઈ પ્રતિબંધ વિના ધામધૂમથી ગણેશોત્સવ(ganesh festival)ની ઉજવણી કરવામાં આવી રહી છે. સોમવારે ગૌરી ગણેશ(Gauri Ganesh Visarjan)નું વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણપતિબાપ્પાને ધામધૂમથી ઢોલ-તાશાના તાલે અને ‘ગણપતિબાપ્પા મોરિયા પુઢચ્યા વર્ષી લવકર યા’ના ગગનભેદી નારા સાથે ભાવભીની વિદાય આપવામાં આવી હતી. જોકે, કોલ્હાપુર(Kolhapur)ના એક તાલુકામાં ગણેશ વિસર્જન દરમિયાન અકસ્માત સર્જાયો હતો.
આ સમાચાર પણ વાંચો : ઉત્તર મુંબઈના કોંગ્રેસના ધારાસભ્ય અસલમ શેખના માટે મોટી મુસીબત આવી- ગેરકાયદે સ્ટુડિયો સંદર્ભે બીએમસી એ આ મોટું પગલું લીધું
કોલ્હાપુરના શાહુવાડી(Shahuvadi) તાલુકામાં સુપાત્રે ગામના તળાવ વિસ્તારમાં ગણેશ વિસર્જન(Ganesh Visarjan) કરવામાં આવ્યું હતું. દરમિયાન કેટલાક ગણેશ ભક્તોએ અહીં ફટાકડા ફોડ્યા હતા. આ ફટાકડા(Fire crackers)માંથી એક ફટાકડો મધપૂડા(honeycomb)માં ફૂટતાં વિફરેલી મધમાખી(honey bees)ઓએ ગણેશ ભક્તો પર હુમલો (Attack) કર્યો હતો. જેમાં 42 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના સોમવારે સાંજે 5 આસપાસ બની હતી અને તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક બામ્બાવડે આરોગ્યવર્ધિની કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી 38ને રજા આપવામાં આવી છે.