News Continuous Bureau | Mumbai
Bengal Bandh :કોલકાતામાં તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં પશ્ચિમ બંગાળ સળગી રહ્યું છે. વિદ્યાર્થીઓથી લઈને રાજકીય સંગઠનો સુધી લોકો રાજ્યની મમતા બેનર્જી સરકાર સામે નારાજ છે. મંગળવારે વિદ્યાર્થીઓએ નબન્ના માર્ચ કાઢ્યું હતું, જેમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું. પોલીસે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ લાઠીચાર્જ કર્યો હતો. આજે બીજા દિવસે ભારતીય જનતા પાર્ટીએ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં 12 કલાકના ‘બાંગ્લા બંધ’નું આહ્વાન કર્યું છે. હવે ભાજપના ‘બંધ’ની અસર રાજ્યભરમાં જોવા મળી રહી છે.
#WATCH | BJP's 12-hour 'Bengal Bandh': Drivers of North Bengal State Transport Corporation (NBSTC) buses seen wearing helmets, in Uttar Dinajpur
A bus diver says, "We are wearing the helmet as bandh has been called today…The government has ordered us to wear the helmets for… pic.twitter.com/TgEPJyD5zb
— ANI (@ANI) August 28, 2024
Bengal Bandh : દરેક શહેરમાં ટ્રાફિક જામ
ભારતીય જનતા પાર્ટીના 12 કલાકના બંધને કારણે પશ્ચિમ બંગાળના દરેક શહેરમાં ટ્રાફિક જામ છે. કોલકાતા ઉપરાંત, સીલીગુડી, ઉત્તર 24 પરગણા, દક્ષિણ 24 પરગણા, મુર્શિદાબાદ, પૂર્વ મેદિનીપુર, હુગલી, માલદા, બાંકુરા, ઉત્તર દિનાજપુર, કૂચ બિહાર અને અલીપુરદ્વાર જિલ્લામાં ભાજપના કાર્યકરોએ રાજ્યોમાં હડતાળ પાડી છે. રસ્તાઓ પર બહુ ઓછી બસો, ઓટો રિક્ષા અને ટેક્સીઓ દેખાય છે.
આ સમાચાર પણ વાંચોઃ Bengal Bandh : ભાજપના બંગાળ બંધ દરમિયાન હિંસા, હેલ્મેટ પહેરીને બસ ચલાવી રહ્યાં છે ડ્રાઈવર ; જુઓ વિડિયો
Bengal Bandh : બસોના ડ્રાઇવરો વિવિધ શહેરોમાં હેલ્મેટ પહેરેલા જોવા મળ્યા
વિરોધ પ્રદર્શનો વચ્ચે હિંસા થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે સરકારી બસોના ડ્રાઇવરો અને કંડક્ટરોને હેલ્મેટ પહેરવાની સૂચના આપી છે. વહીવટીતંત્રની સૂચનાઓને પગલે, બંગાળ રાજ્ય પરિવહન નિગમની બસોના ડ્રાઇવરો વિવિધ શહેરોમાં હેલ્મેટ પહેરેલા જોવા મળ્યા હતા. એક બસ ડ્રાઈવરે કહ્યું, ‘બંધને કારણે અમે આજે હેલ્મેટ પહેર્યું છે. વિભાગે અમને હેલ્મેટ આપ્યા છે. અન્ય બસ ડ્રાઈવરે કહ્યું, ‘હેલ્મેટ સલામતી માટે છે. આ સરકારનો આદેશ છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)