ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 ઓક્ટોબર, 2021
શુક્રવાર
પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતાઓમાં પાર્ટી છોડીને ટીએમસીમાં જોડાવા માટેની હોડ જામી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ હવે ભાજપના વધુ એક ધારાસભ્ય કૃષ્ણ કલ્યાણીએ પણ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે.
જોકે, તેમણે હજુ સુધી ખુલાસો કર્યો નથી કે તેઓ કઈ પાર્ટીમાં જોડાવાના છે.
આ પહેલા મુકુલ રોય અને બાબુલ સુપ્રિયો સહિતના મોટા નેતાઓ પણ ભાજપમાંથી ટીએમસીમાં જોડાઈ ચુકયા છે.
ગત 2 મેના રોજ ટીએમસીના સત્તામાં આવ્યા બાદ પશ્ચિમ બંગાળમાં નેતાઓએ પાર્ટી છોડવાનું ચાલુ રાખ્યું છે.