Site icon

 પશ્ચિમ બંગાળમાં ભાજપ સાથે છેડો ફાડવાનો સિલસિલો યથાવત, આ જાણીતી અભિનેત્રીએ પણ પાર્ટી છોડી; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 નવેમ્બર  2021 

Join Our WhatsApp Community

ગુરુવાર.

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી બાદ નેતાઓનો ભાજપ સાથે છેડો ફાડવાનો સિલસિલો યથાવત છે.

હવે ભાજપમાં સામેલ થયેલી બંગાળી ફિલ્મ અભિનેત્રી શ્રાબંતી ચેટરજીએ પણ ભાજપ છોડવાની જાહેરાત કરી છે 

સાથે આરોપ લગાવ્યો છે કે, ભાજપ બંગાળ પ્રત્યે ગંભીર નથી અને લોકોનું કલ્યાણ કરવાની ભાવનાને પણ પાર્ટી સમજી શકી નથી.

ઉલ્લેખનીય છે કે, ભાજપ સાથે પાંચ ધારાસભ્યો, પૂર્વ મંત્રી તેમજ સાંસદ બાબુલ સુપ્રીયો છેડો ફાડી ચુકયા છે.   

શ્રાબંતી ચેટરજીએ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી. આ સિવાય અન્ય કેટલાક બંગાળી કલાકારો પણ ભાજપમાં જોડાયા હતા. જોકે ચૂંટણી બાદ તેઓ પણ ભાજપથી અંતર રાખી રહ્યા છે.

શ્રાબંતી ચેટરજી બંગાળી ફિલ્મોની જાણીતી એક્ટ્રેસ છે અને ઘણી ફિલ્મોમાં તે અભિનય કરી ચુકી છે.તેને બેસ્ટ એક્ટ્રેસ માટેનો એવોર્ડ પણ મળી ચુકયો છે.

કેન્દ્રીય અધિકારીની પાછળ પડનાર મંત્રી નવાબ મલિક ફસાયા, વકફ બોર્ડના આટલા ઠેકાણે EDએ પાડ્યા દરોડા; જાણો વિગતે

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version