News Continuous Bureau | Mumbai
Bengaluru Blast: બેંગલુરુના રામેશ્વરમ કેફેમાં શુક્રવારે (1 માર્ચ) બપોરે થયેલા બોમ્બ વિસ્ફોટને અંજામ આપનાર વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે ( DK Shivakumar ) મિડીયા સાથે વાત કરતા કહ્યું હતું કે, સીસીટીવી દ્વારા આરોપીની ઓળખ થઈ ગઈ છે. આરોપીની ઉંમર 28 થી 30 વર્ષની વચ્ચે છે. તેણે કેફેની અંદર બોમ્બ રાખેલી બેગ રાખી હતી. બેગ મૂક્યાના થોડા સમય બાદ જ વિસ્ફોટ થયો હતો. જેમાં લગભગ દસ લોકો ઘાયલ થયા. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેંગલુરુ પોલીસે ( Bengaluru Police ) આ કેસમાં એક વ્યક્તિની અટકાયત પણ કરી છે. તે બેંગલુરુનો ( Bengaluru ) રહેવાસી છે. સેન્ટ્રલ ક્રાઈમ બ્યુરોની વિશેષ ટીમ તેની હાલ પૂછપરછ કરી રહી છે.
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ( Siddaramaiah ) શુક્રવારે જ પુષ્ટિ કરી હતી કે વિસ્ફોટ IED દ્વારા થયો હતો. આરોપી અગાઉ કેફેમાં ગયો હતો અને રવા ઈડલીની કૂપન લીધી હતી, પરંતુ તે ખાધા વિના જ કેફેની બહાર નીકળી ગયો હતો. આ સમય દરમિયાન તેણે તેની બેગ કેફેમાં જ છોડી દીધી હતી, તેણે જે બેગ છોડી હતી તેમાં કથિત રીતે આઈઈડી હતી.
Blast visuals at Rameswaram Cafe in Bengaluru of Karnataka. At least ten injured. NIA to take over probe #BengaluruBlast #rameshwaram@hwnewsnetwork@HWNewsEnglish@NNsonukanojia pic.twitter.com/6pXL2sukpf
— Dilip Kumar (@dilip2tweet) March 1, 2024
તે બેગ સિવાય કેફે પરિસરમાં ક્યાંય પણ IED મળ્યો નથી…
મિડીયા રિપોર્ટ અનુસાર, પોલીસની અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે, તે બેગ સિવાય ( Rameshwaram Cafe ) કેફે પરિસરમાં ક્યાંય પણ IED મળ્યો નથી. આ અંગે સીએમનું મિડીયા સાથે વાત કરતા કહેવું છે કે, તે સ્પષ્ટ નથી કે તે આતંકવાદી ઘટના હતી કે નહીં. આ બાબતે તપાસ ચાલુ છે. આ સંદર્ભમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ ( નિવારણ ) અધિનિયમ ( UAPA ) અને વિસ્ફોટક પદાર્થ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમજ ફોરેન્સિક એક્સપર્ટ્સ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી છે.
આ સમાચાર પણ વાંચો : Anant ambani and Radhika merchant: અનંત અને રાધિકાના પ્રિ વેડિંગ ફંક્શન ની થઇ ગઈ શરૂઆત, મુકેશ અંબાણી ની સ્પીચ સાંભળી મેહમાનો થયા ગદગદ
આ બોમ્બ બ્લાસ્ટનો એક સીસીટીવી ફૂટેજ ( CCTV footage ) પણ સોશિયલ મીડિયામાં પર હાલ વાયરલ થઈ રહ્યો છે. થોડીક સેકન્ડના આ વીડિયોમાં વિસ્ફોટની તે ક્ષણ દેખાઈ રહી છે. વિસ્ફોટ બાદ લોકો ઘટનાસ્થળેથી ભાગતા પણ જોવા મળી રહ્યા છે. કેફેમાં વિસ્ફોટમાં કુલ દસ લોકો ઘાયલ થયા છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)