Site icon

બેંગલુરુ બન્યું વિશ્વનું બીજું સૌથી ધીમું શહેર, ટ્રાફિક એટલો કે લોકો કાર કરતા ચાલતા વધારે ઝડપથી પહોંચી જાય!

સામાન્ય રીતે ભારતના મોટા શહેરોમાં લોકો ટ્રાફિકથી ખૂબ પરેશાન થાય છે. મેટ્રો શહેરોની હાલત વધુ ખરાબ છે. TomTom નામની ડચ કંપનીએ વિશ્વભરના શહેરોના ટ્રાફિકને લઈને એક યાદી તૈયાર કરી છે

Bengaluru city center ranked second slowest to drive in the world: Study

બેંગલુરુ બન્યું વિશ્વનું બીજું સૌથી ધીમું શહેર, ટ્રાફિક એટલો કે લોકો કાર કરતા ચાલતા વધારે ઝડપથી પહોંચી જાય!

News Continuous Bureau | Mumbai

સામાન્ય રીતે ભારતના મોટા શહેરોમાં લોકો ટ્રાફિકથી ખૂબ પરેશાન થાય છે. મેટ્રો શહેરોની હાલત વધુ ખરાબ છે. TomTom નામની ડચ કંપનીએ વિશ્વભરના શહેરોના ટ્રાફિકને લઈને એક યાદી તૈયાર કરી છે. આ સૂચિમાં વિશ્વના સૌથી સુસ્ત શહેરો વિશે વાત કરવામાં આવી છે. જો દુનિયાના સૌથી સુસ્ત શહેરોની વાત કરીએ તો ભારતના શહેરો પણ ટોપ 10માં આવે છે.

Join Our WhatsApp Community

બેંગલુરુ વિશ્વનું બીજું સૌથી ધીમું શહેર

કર્ણાટકની રાજધાની બેંગલુરુ પણ વિશ્વના સૌથી સુસ્ત શહેરોની યાદીમાં સામેલ છે. આ યાદીમાં બેંગલુરુ બીજા સ્થાને છે. જણાવી દઈએ કે બેંગલુરુને ભારતનું સિલિકોન સિટી પણ કહેવામાં આવે છે. આ રિપોર્ટ અનુસાર, બેંગલુરુમાં કારથી 10 કિલોમીટરનું અંતર કાપવામાં એક વ્યક્તિને સરેરાશ 29 મિનિટ 10 સેકન્ડનો સમય લાગે છે. કેટલીકવાર અહીં ચાલતા જતા લોકો કારથી પણ આગળ નીકળી જાય છે.

બીજી તરફ, ટ્રાફિકમાં સૌથી વધુ સમય બગાડતા શહેરોની બાબતમાં બેંગલુરુ ચોથા સ્થાને છે. જ્યારે બેંગલુરુ સૌથી વધુ કાર્બન ડાયોક્સાઇડ છોડવાના મામલે પણ વિશ્વમાં પાંચમા નંબરે છે. દરરોજ 6 માઇલ ચાલતી કાર 1 વર્ષમાં 974 કિલો કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરે છે.

ત્યારે મહારાષ્ટ્રનું પુણે શહેર પણ સૌથી સુસ્ત શહેરોની ટોપ ટેન યાદીમાં સામેલ છે. આ યાદીમાં પૂણે છઠ્ઠા સ્થાને છે. આ શહેરમાં 10 કિલોમીટરનું અંતર કાપવામાં સરેરાશ 27 મિનિટ 20 સેકન્ડનો સમય લાગે છે. દેશની રાજધાની અને હૃદય કહેવાતું દિલ્હી પણ સુસ્ત શહેરોની યાદીમાં સામેલ છે. જો કે તે ટોપ 10માં નથી, પરંતુ તે ટોપ 50માં છે. સૌથી સુસ્ત શહેરોની યાદીમાં દિલ્હી 34મા નંબરે છે. 10 કિલોમીટરનું અંતર કાપવામાં સરેરાશ 22 મિનિટ 10 સેકન્ડનો સમય લાગે છે.

આ સમાચાર પણ વાંચો :  એલોન મસ્કના ટ્વિટર ની હાલત ખરાબ! ભારતમાં તેની બે ઓફિસને મારી દીધા તાળાં, કર્મચારીઓને આપી દીધો આ આદેશ

લિસ્ટમાં મુંબઈ પણ સામેલ

આ સાથે જ દેશની આર્થિક રાજધાની મુંબઈ પણ સૌથી સુસ્ત શહેરોની યાદીમાં સામેલ છે. જો કે આ યાદી અનુસાર તે 47મા ક્રમે છે અને દિલ્હી કરતા ઓછો ટ્રાફિક ધરાવે છે. મુંબઈમાં 10 કિલોમીટરનું અંતર કાપવામાં સરેરાશ સમય 21 મિનિટ 10 સેકન્ડ છે.

Shubman Gill Dropped: આ અસલી કારણને લીધે શુભમન ગિલને T20 વર્લ્ડ કપની ટીમમાં ન મળી જગ્યા!
Team India T20 WC 2026: T20 વર્લ્ડ કપ ૨૦૨૬ માટે ટીમ ઇન્ડિયા જાહેર; શુભમન ગિલ ટીમમાંથી બહાર, ઈશાન-સંજુ ની એન્ટ્રી!
Women Empowerment Gujarat: સુશાસનથી સશક્તીકરણ: આત્મનિર્ભરતાના આકાશમાં ઉડતી ગુજરાતની નારીશક્તિ
Natural Farming: પ્રાકૃતિક કૃષિ : પંચમહાલ જિલ્લો
Exit mobile version