News Continuous Bureau | Mumbai
કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં બીજેપીના ધારાસભ્ય માદલ વિરુપક્ષપ્પાના પુત્રના ઘરેથી અધધ 6 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે. દરોડા દરમિયાન લોકાયુક્તના અધિકારીઓને આ રોકડ મળી આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ ભાજપના ધારાસભ્ય માદલ વિરુપક્ષપ્પાનો પુત્ર પ્રશાંત માદલ 40 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. આ પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી.
Cash worth ₹8 crore has been recovered from the house of a @BJP4Karnataka MLA in Karnataka.
His son was caught accepting a bribe of ₹40 lakh.
The fact that the BJP govt. in Karnataka operates on a "40% commission" is well-known, & this discovery is just the tip of the iceberg pic.twitter.com/z57bYSVwWH
— Mumbai Congress (@INCMumbai) March 3, 2023
લોકાયુક્ત અધિકારીઓએ શુક્રવારે પ્રશાંત માદલના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ઘરની અંદરનો નજારો જોઈને અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. ઘરના ખૂણામાં જ્યાં હાથ નાખો ત્યાં પૈસાની નોટો મળી આવી હતી.
આ સમાચાર પણ વાંચો : મુંબઈની લોકલ ટ્રેનમાં મારપીટ બાદ હત્યા? આ રેલવે લાઈનની લગેજ કોચમાં મળી આવ્યો વૃદ્ધ મુસાફરનો મૃતદેહ.. મુસાફરોમાં ભયનો માહોલ
ઉલ્લેખનીય છે કે પ્રશાંત માદલ એક અમલદાર છે. કર્ણાટક ચૂંટણી પહેલા ભાજપના ધારાસભ્યના પુત્રના ઘરેથી આટલી મોટી રકમની રિકવરી ભાજપ માટે શરમનું કારણ બની શકે છે. કર્ણાટકમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે