News Continuous Bureau | Mumbai
Bengaluru Water Crisis: જેમ જેમ ઉનાળો નજીક આવી રહ્યો છે. તેમ તેમ પાણીની સમસ્યા ( Water problem ) વધુને વધુ ગંભીર બની રહી છે. બેંગલુરુમાં પાણીની કટોકટી એટલી ભયાનક છે કે હવે રહેવાસીઓને મોલમાં શૌચાલયનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે, એક સોશિયલ મીડિયા વપરાશકર્તાએ એક પોસ્ટમાં આ દાવો કર્યો હતો.
કર્ણાટકની ( Karnataka ) રાજધાની બેંગલુરુ ( Bengaluru ) પાણીની ગંભીર કટોકટીથી પીડિત છે. બેંગલુરુના રહેવાસીઓ પાણીના અભાવથી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અહેવાલો અનુસાર બેંગલુરુમાં બોરવેલ સુકાઈ ગયા છે, જેના કારણે આ કટોકટી સર્જાઈ છે. જે બાદ સ્થાનિક રહેવાસીઓ તેમની તકલીફો હવે સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.
Water Crisis: Peenya Industries Face Production Cut Due to Bengaluru Water Crisis | Bengaluru @timesofindia @TOIBengaluruhttps://t.co/ouTQzLdFxt
— Pearl Dsouza (@pearlmdsouza) March 7, 2024
દરમિયાન, ઇન્ટરનેટ પર વહેતી એક પોસ્ટ બેંગલુરુની ભયાનક પરિસ્થિતિ પર પ્રકાશ પાડવાનો પ્રયાસ કરી રહી હોય તેવું લાગે છે. જેમાં જણાય છે કે ‘મોટાભાગના ભાડૂતોએ હવે તેમની જગ્યા ખાલી કરી દીધી છે. તો અન્ય લોકો પાણીના અભાવને ( Water Shortage ) કારણે કામચલાઉ આવાસમાં રહેવા ચાલ્યા ગયા છે.
બેંગલુરુના રહેવાસીઓ તેમની રોજીંદી પ્રવૃત્તિઓ માટે હવે પાણીના ટેન્કર પર આધાર રાખે છે…
એક સમય હતો જ્યારે લોકો બેંગલુરુમાં મોલ બનાવવાના સ્ટાર્ટ અપના વિચારોની ચર્ચા કરતા હતા અને હવે લોકો તેનો ઉપયોગ સ્નાન કરવા અને શૌચ કરવા માટે કરી રહ્યા છે . કારણ કે તેમના રૂ. 1.5 કરોડના ફ્લેટની અંદર રહેલા નળોમાંથી પાણી જ નથી આવી રહ્યું.
આ સમાચાર પણ વાંચો : IPL 2024 : IPL 2024 માટે મુંબઈ ઈન્ડિયન્સની નવી જર્સી લોન્ચ, નવી ડિઝાઇનમાં માત્ર એક ફેરફાર..
બેંગલુરુના રહેવાસીઓ તેમની રોજીંદી પ્રવૃત્તિઓ માટે હવે પાણીના ટેન્કર ( Water tanker ) પર આધાર રાખે છે. જેથી ટેન્કરોના કાળાબજાર ચાલતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. જેમાં અવારનવાર રહેવાસીઓ પાસેથી વધુ પૈસા પડાવવામાં આવે છે. તેથી એવું કહેવાય છે કે અહીં સ્થાનિકોએ તેમની પ્રાથમિક જરૂરિયાતો માટે પૂરતું પાણી મેળવવું એ હાલ રોજનો પડકાર બની ગયો છે.
બેંગલુરુમાં મહાપાલિકા પાણીની ટાંકીઓ પર લાંબી કતારો અને મોંઘા પાણીના ટેન્કરો પર નિર્ભરતા શહેરના ઘણા ભાગોમાં સામાન્ય હોવાનું કહેવાય છે. તો સતત પાણીની ઉપલબ્ધતાની અનિશ્ચિતતાએ રહેવાસીઓમાં ચિંતા વધારી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)