ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 જુન 2020
કોરોનાના બહાને ત્રણ મહિના સુધી ડ્યુટી પર નહીં આવનારા 14 લોકોને બેસ્ટે સોમવારથી ડ્રાઇવરો અને કંડકટરોને બરતરફ કરવાનું શરૂ કર્યું છે, 22 જૂને 11 જણાંને, 23 જૂને બે અને 24 જૂને એક , એમ જુદા જુદા ડેપોમાંથી ડિસમિસ કરાયા છે. જ્યારે અન્ય 300 કર્મચારીઓ સામે કાર્યવાહી ચાલી રહી છે..
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે 14 ડ્રાઇવરો અને કંડકટરોને ઘણા રિમાઇન્ડર્સ મોકલવા છતાં માર્ચ, એપ્રિલ અને મે દરમ્યાન કામ પર હાજર થયા ન હતા કે કોઈ જાણ પણ કરી ના હતી તેમને બરતરફ કરવામાં આવ્યા છે. લોકડાઉન દરમિયાન લગભગ બેસ્ટએ 3600 ના બદલે 2,400 બેસ્ટ બસો જ રસ્તા પર દોડાવી શકી હતી,
જ્યારે ખાનગી કચેરીઓમાં દસ ટકા કર્મચારીઓ સાથે કામ કરવાની મંજૂરી આપવામાં આવી ત્યારે મુસાફરોની સંખ્યા આશરે છ લાખ થઈ ગઈ હતી પરંતુ સ્ટાફની અછતને કારણે બેસ્ટ હજી પણ લગભગ 2,400 બસો જ દોડાવવામાં સફળ રહ્યું છે..
હવે જ્યારથી બેસ્ટે શિસ્તને લઈ કાર્યવાહી શરૂ કરી છે ત્યારથી, કર્મચારીઓ કામ માટે આગળ આવી રહયાં છે અને હવે તે દરરોજ 7989 લાખ મુસાફરોને લઇને આશરે 2900 બસો ચલાવે છે. જો કે, બેસ્ટ કામદાર સમિતિના જનરલ સેક્રેટરી, બેસ્ટના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો હતો. તેમનું કહેવું છે કે "આમાંના ઘણા કર્મચારીઓ તાળાબંધીના કારણે પોતાના વતનમાં જતા રહયાં હતા અને તેથી તેઓ કામ કરવા આવી શક્યા ન હતા…"
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com