Site icon

હવે ડબલડેકર બસ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર જોવા મળશે, જાણો કયા રુટ પર દોડશે અને કોને લાભ થશે…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

13 ઓગસ્ટ 2020 

બેસ્ટ ની બસો એટલે મુંબઈ ના રસ્તાઓ પર દોડતી લાઈફલાઈન.. મુસાફરોની સુવિધા માટે બેસ્ટ દ્વારા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે (રૂટ 440L) થી નવાં બે રૂટ પર ડબલ ડેકર બસો આજથી શરૂ કરી છે. ગુરુવારે , 13 ઓગસ્ટના રોજ ટ્વિટર પર બેસ્ટ દ્વારા આની માહિતી આપવામાં આવી હતી.. 

બસ નંબર 440L ના માર્ગોની વધુ સૂચના આપતાં, બેસ્ટે જણાવ્યું હતું કે તે "કલા નગરથી ડિંડોશી ડેપો" અને "હનુમાન રોડ (વિલે પાર્લે) થી બોરીવલી સ્ટેશન (ઇ)" સુધી કાર્યરત રહેશે. 

બેસ્ટ ઉપક્રમમાં 27 બસ ડેપો, 51 બસ સ્ટેશન અને 112 બસ ટર્મિનલ છે. જૂનમાં મહારાષ્ટ્ર સરકારે 'મિશન બીગન અગેન' ની પહેલ કરી હતી. જેમાં બેસ્ટ દ્વારા આવશ્યક સેવાઓ માટે મુસાફરી કરતા કામદારો સારું મુંબઇ શહેરમાં 82 રૂટ પર 2132 બસો શરૂ કરી હતી. છેલ્લાં ત્રણ મહિનામાં, બેસ્ટે રસ્તાઓ પર બસોની સંખ્યામાં ધીમે ધીમે વધારો કર્યો છે. જેથી જીવન આવશ્યક સેવા સાથે જોડાયેલા લોકોને મુસાફરી કરવામાં તકલીફ ના પડે.

જુલાઈમાં મુંબઈના રસ્તાઓ પર લોકોની માંગને લઈ લગભગ 60 વધુ ડબલ-ડેકર બસો શરૂ કરી હતી. બેસ્ટની ડબલ ડેકર બસોમાં 90 મુસાફરોની બેસવાની ક્ષમતા છે પરંતુ સામાજિક અંતર જાળવવા માટે દરેક બસમાં ફક્ત 45 મુસાફરોને જ મંજૂરી આપવામાં આવી રહી છે.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ..

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version