ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
26 માર્ચ 2021
મુંબઈમાં ભાંડુપ વિસ્તારમાં એક મોલમાં આવેલી હોસ્પિટલમાં આગને કારણે કુલ ૧૦ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે કે 70 દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આશરે ૧૪ કલાકની જહેમત બાદ પણ આગ પર પૂર્ણ રીતે કાબુ મેળવી શકાયો નથી.
ઘટનાસ્થળ પર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પહોંચ્યા હતા. આ ઉપરાંત વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડનવીસ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
વર્ષ ૨૦૦૯માં બનેલા મોલમાં લગભગ ૧૦૦૦ જેટલી નાની દુકાનો અને ૨ બેન્ક્વેટ હોલ પણ છે. આ કારણે આગ પર ઝડપથી કાબૂ નથી મેળવી શકાયો.
