News Continuous Bureau | Mumbai
‘ભારત જોડો યાત્રા’ (Bharat Jodo Yatra) દરમિયાન રાહુલ ગાંધી(Rahul Gandhi)ના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ક્યારેક તે રસ્તાની બાજુમાં બેઠેલા લોકો સાથે વાત કરવા લાગે છે તો ક્યારેક તે રસ્તાની બાજુમાં ઉભા રહીને ચાની ચૂસકી લેવા લાગે છે. દરમિયાન રાહુલ ગાંધીનો ફરી એકવાર રાહુલ ગાંધી એક અલગ જ અંદાજ જોવા મળ્યો છે. પહેલા તેમણે એક બાળકને કરાટે(Karate) શીખવ્યા હતા. પછી ત્યાનું લોકનૃત્ય ઢિમસા(Folk dance Dhimsa) પણ કર્યું હતું. જેના પછી સૌથી અલગ વસ્તુ કરી હતી. જેમાં તેમણે બોનાલુ સેલિબ્રેશન કર્યું હતું. જેમાં તેમણે પોતાને જ ચાબખા માર્યા હતા.
#BharatJodoYatra witnessed whip wielding, practiced under the ‘Pothuraju’ tradition, usually performed during the Bonalu festival in Telangana .
Watch Shri @RahulGandhi try his hand at it. pic.twitter.com/iW7Vn1jWVT— Congress (@INCIndia) November 3, 2022
મહત્વનું છે કે તેલંગાણા(Telangana)ના બોનાલુ ફેસ્ટિવલ(Bonaloo Festival)માં ચાબુક મારવાની પરંપરા છે. આ ચાબખા 'પોથારાજુ'(Potharaju) બનેલા વ્યક્તિ પોતાના શરીર ઉપર મારે છે. પોથરાજુ બોનાલુ ઉત્સવની દેવી મહાકાળી(Mahakali)ના ભાઈ છે, જે દેવીની રક્ષા માટે ચાબખા મારે છે. પોથરાજુને દેવી મહાકાળીનાં વિવિધ સ્વરૂપો ધરાવતી સાત બહેનોનો ભાઈ માનવામાં આવે છે. રાહુલ ગાંધીએ પણ તેમની યાત્રા દરમિયાન પોથારાજુ બન્યા હતા. આ વિડીયો સોશિયલ મીડિયા(Social Media) પર ખુબ વાયરલ થઇ રહ્યો છે..
આ સમાચાર પણ વાંચો: વેપારીઓને રાહત- મુંબઈમાં દુકાનો પર મરાઠી બોર્ડ લગાવવા મામલે સુપ્રીમ કોર્ટે પાલિકાને આપ્યો આ મોટો આદેશ