News Continuous Bureau | Mumbai
Bharat Sankalp Yatra : પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં તા.15મી નવેમ્બર થી જનજાતીય ગૌરવ દિવસ’થી સમગ્ર દેશમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે દાહોદ જિલ્લામાં ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામના ગ્રામજનો અને અગ્રણી શ્રી એ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું કુમ કુમ તિલક કરી સ્વાગત કર્યું હતું.
કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અને ઉજ્જવલા યોજના જેવી અનેકવિધ યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચાડી શકાય તેવા ઉમદા હેતુસર સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાના માધ્યમ દ્વારા મોટી હાંડી ગામના ગ્રામજનોને વિવિધ સરકારી યોજનાઓના લાભો વિશેની માહિતી આપવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચોઃ PM Modi Mathura Visit: મથુરામાં સંત મીરાબાઈની 525મી જન્મજયંતી પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
આ પ્રસંગે મોટી હાંડી સરપંચ શ્રી, તાલુકા પંચાયતના સભ્ય શ્રી, આરોગ્ય કચેરીના કર્મચારી શ્રીઓ, આઇસીડીએસના કર્મચારીશ્રીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.