News Continuous Bureau | Mumbai
Bhopal: MP અજબ છે.. સહુથી ગજબ છે… મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ના પ્રવાસન વિભાગ (Department of Tourism) ની આ જાહેરાત દેશભરમાં વાયરલ થઈ હતી. ઈન્દોરના જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ જાહેરાતને અલગ રીતે બતાવવામાં આવી છે. ઈન્દોર નજીક મહુમાં રહેતા એક વ્યક્તિએ આરોગ્ય વિભાગ (Health Department) પાસેથી આરટીઆઈ (RTI) હેઠળ કેટલીક વિગતો માંગી હતી. લગભગ 40 હજારની માહિતી તેને આપવામાં આવી હતી. પરંતુ આ માહિતીથી જિલ્લા વહીવટીતંત્રને લગભગ 80 હજાર રૂપિયાનો ખર્ચ થયો.
આરટીઆઈ કાર્યકર્તા ધર્મેન્દ્ર શુક્લાએ ઈન્દોર (Indore) જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોરોના સમયગાળા દરમિયાન કરવામાં આવેલી ખરીદીની માહિતી માંગી હતી. તેમણે કોરોના સંકટ દરમિયાન ખરીદેલા વેન્ટિલેટર, માસ્ક, દવાઓ અને અન્ય આરોગ્ય સંબંધિત વસ્તુઓની વિગતો માંગી હતી. આરોગ્ય વિભાગે આ માહિતી લેવા માટે શુક્લાને ફોન કરીને બોલાવ્યો હતો. કુલ દસ્તાવેજોની સંખ્યા 40 હજાર જેટલી હતી. શુક્લા એસયુવી કાર લઈને દસ્તાવેજો લેવા પહોંચ્યા હતો. જેમાં તેમની સફારી કાર દસ્તાવેજો પુર્ણ પણે ભરાઈ ગઈ હતી.
આ સમાચાર પણ વાંચો : ITR filing: જો તમે ખોટા દાવાઓ રજુ કર્યા તો આવકવેરા વિભાગ 200% સુધીનો દંડ લાદી શકે છે.. જાણો સંપુર્ણ વિગતો અહીંયા…
આરટીઆઈ હેઠળ અરજી કર્યાના 50 દિવસ પછી માહિતી પ્રાપ્ત થઈ હતી
આરટીઆઈ હેઠળ મેળવેલા દસ્તાવેજો લઈ જવા આવેલા શુક્લાએ મહત્વનો નિયમ સમજાવ્યો હતો. માહિતી અધિકાર કાયદા અનુસાર સંબંધિત વિભાગે 30 દિવસમાં માહિતી આપવાની હોય છે. જો કોઈ વિભાગ આ સમય મર્યાદામાં માહિતી ન આપે તો પ્રથમ અપીલ વરિષ્ઠ અધિકારીઓને કરી શકાય છે. આરોગ્ય વિભાગે 32 દિવસમાં મને જાણ કરી ન હતી. તેથી 32 દિવસ પછી મેં અપીલ કરી. ત્યાર બાદ સિનિયરોએ માહિતી આપવાનો આદેશ આપ્યો હતો અને ત્યાર બાદ આરોગ્ય વિભાગે 15 થી 20 દિવસમાં માહિતી પૂરી પાડી હતી. આનો અર્થ એ છે કે આરટીઆઈ હેઠળ અરજી કર્યાના 50 દિવસ પછી માહિતી પ્રાપ્ત થઈ હતી,’ શુક્લાએ ઘટનાઓનો ક્રમ વર્ણવ્યો.
જો કોઈ સામાન્ય માણસે માહિતી માંગી હોત તો તેણે દરેક પેપર માટે 2 રૂપિયાના દરે લગભગ 80 હજાર રૂપિયા ચૂકવવા પડ્યા હોત. પરંતુ આરોગ્ય વિભાગે પ્રથમ અપીલ બાદ આ માહિતી આપી છે. તેઓએ 30 દિવસના સમયગાળા પછી આ માહિતી આપી હોવાથી સંબંધિત વિભાગે તેનો ખર્ચ ઉઠાવવો પડશે. તેથી આ બધાને કારણે સરકારને 80 હજારનું નુકસાન થયું છે. જો આરોગ્ય વિભાગે મને 30 દિવસમાં જાણ કરી હોત, તો મારે આખો ખર્ચ ઉઠાવવો પડ્યો હોત,’ શુક્લાએ નિયમ જણાવ્યો હતો.