Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૨૯૪ કરોડના માર્ગ અને બ્રિજ પ્રોજેક્ટને મંજૂરી આપી, નાગરિકોને વધુ સુવિધા ઉપલબ્ધ કરાવી

Bhupendra Patel: આદિજાતિ વિસ્તાર કપરાડા તાલુકામાં દમણગંગા નદી પર ભૂરવડ ગામે રૂપિયા ૨૬ કરોડનો મેજર બ્રિજ મંજૂર: ૧૬ આદિજાતિ ગામોની ૨૩ હજારથી વધુ જનસંખ્યાને અવરજવર માટે સરળતા થશે.

by khushali ladva
Bhupendra Patel Chief Minister Bhupendra Patel approved a road and bridge project worth Rs 294 crore, providing more facilities to the citizens.

News Continuous Bureau | Mumbai 

  • મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો નાગરિકોને યાતાયાત માટે વધુ સુવિધાયુક્ત માર્ગો આપવાનો લોકહિતકારી અભિગમ
  • ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના માર્ગો ફોરલેન કરવા તથા મેજર બ્રિજ બનાવવા માટે એક જ દિવસમાં કુલ ૨૯૪ કરોડ રૂપિયા ફાળવ્યા
  • આદિજાતિ વિસ્તાર કપરાડા તાલુકામાં દમણગંગા નદી પર ભૂરવડ ગામે રૂપિયા ૨૬ કરોડનો મેજર બ્રિજ મંજૂર: ૧૬ આદિજાતિ ગામોની ૨૩ હજારથી વધુ જનસંખ્યાને અવરજવર માટે સરળતા થશે.
  • ઉત્તર ગુજરાતના વિસનગર-વિજાપુર ૨૪ કિલોમીટર માર્ગને ફોરલેન કરવા ૧૩૬ કરોડ રૂપિયા
    મહેસાણા જિલ્લામાંથી હિંમતનગર-ઈડર-લુણાવાડા-મોડાસા તરફ જતા વાહનો માટે યાતાયાત વધુ સુવિધાયુક્ત થશે
  • મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો આણંદ-કરમસદ-સોજીત્રા રોડ ૧૩૨ કરોડના ખર્ચે ફોરલેન થશે
  • મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અવિરત વિકાસની ધોરીનસ સમાન રોડ-ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઉત્તરોત્તર વધુ સુદ્રઢ બનાવવા સાથે અંતરિયાળ આદિજાતિ વિસ્તારોને પણ લોકમાંગણી મુજબની રોડ કનેક્ટિવિટી મળે તેવો જનહિતકારી અભિગમ અપનાવ્યો છે.

Bhupendra Patel: મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં રાજ્યના આદિજાતિ વિસ્તાર કપરાડા તાલુકામાં મેજર બ્રિજ નિર્માણ સહિત ઉત્તર ગુજરાતના વિસનગર, વિજાપુર માર્ગને ફોર લેન કરવા સાથે મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતા મહત્વપૂર્ણ સ્ટેટ હાઈવેને વધુ સુવિધા આપવા એક જ દિવસમાં સમગ્રતયા ૨૯૪ કરોડ રૂપિયા ફાળવ્યા છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના આદિજાતિ વિસ્તાર કપરાડાના ૧૬ જેટલા ગામોની ૨૩ હજારથી વધુ વસ્તીને અવરજવર માટે સગવડ મળે તે માટે દમણગંગા નદી પર મેજર બ્રિજના કામ માટે ૨૬ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

કપરાડાના ભૂરવડથી દમણગંગા નદીના સામા કાઠાંના ટુકવાડાને જોડતા બ્રિજનું નિર્માણ આ રકમ માંથી થશે. આના પરિણામે શાળાએ જનારા આદિજાતિ ગ્રામીણ વિદ્યાર્થીઓ, ખાનવેલ અને સેલવાસ જી.આઈ.ડી.સી.માં નોકરી-રોજગારી માટે જતા લોકોને અવરજવરમાં વધુ સુગમતા મળશે.
મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત રાજ્યના વધુ બે માર્ગોને પણ ફોરલેનમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય કર્યો છે.

તદઅનુસાર, મહેસાણા જિલ્લાના વિસનગરથી વિજાપુરના ૨૪ કિલોમીટરના માર્ગને હાલની ૭ મીટર પહોળાઈથી વધારીને ફોરલેન કરવા માટે ૧૩૬.૧૬ કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી તેમણે આપી છે.

આ સમાચાર પણ વાંચો:  Snake Rescue App: CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ‘સ્નેક રેસ્ક્યુ એપ’ લોન્ચ કરી, વાઈલ્ડલાઈફ રેસ્ક્યુ કામગીરીમાં સુધારો; જુઓ સ્ટેપ્સ

Bhupendra PatelP: વિસનગરથી વિજાપુર જતાં આ માર્ગ પરથી હિંમતનગર, મોડાસા, ઈડર અને મહિસાગરના લુણાવાડા તરફ જતા ભારે વાહનો પસાર થાય છે, તેના ટ્રાફિક-ભારણને તેમ જ અન્ય વાહનો માટે વધુ સુવિધાયુક્ત માર્ગ આપવાના આશયે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણય કર્યો છે.

એટલું જ નહીં, મુખ્યમંત્રીશ્રીએ મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતા આણંદ, કરમસદ, સોજીત્રા તારાપુર રોડને પણ ૧૦ મીટર પહોળાઈથી વધારીને ચારમાર્ગીય કરવા માટે ૧૩૨ કરોડ રૂપિયા ફાળવ્યા છે. ફોરલેન કરવા સાથોસાથ સ્ટ્રક્ચર વર્ક, પ્રોટેક્શન વોલ અને રોડ ફર્નિચર તથા અન્ય કામગીરી માટે પણ આ રકમ ઉપયોગમાં લેવાશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયને પરિણામે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વાહનવ્યવહાર, તારાપુર, પેટલાદ, સોજીત્રા તાલુકાના નાગરિકો, આણંદ જી.આઈ.ડી.સી.ના વાહનવ્યવહાર તેમજ વલ્લભ વિદ્યાનગર ખાતે અભ્યાસ માટે આવતા-જતા વિદ્યાર્થીઓને વ્યાપક લાભ મળશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More