ગુજરાતને મળ્યા 18માં મુખ્યમંત્રી: ભૂપેન્દ્ર પટેલે સતત બીજી વખત લીધા શપથ..  કોણ બન્યા મંત્રી? જુઓ આખું લિસ્ટ અહીં  

Public interest decision of Chief Minister Shri Bhupendra Patel promoting green clean urban transport service in the state

News Continuous Bureau | Mumbai

ભુપેન્દ્ર પટેલે આજે બીજીવાર મુખ્યપ્રધાન તરીકેના શપથ લીધા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભુપેન્દ્ર પટેલને શપથ લેવડાવ્યા છે. જે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને અભિનંદન પાઠવ્યા.  શપથ ગ્રહણ સમારોહમાં ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથસિંહ, યોગી, દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે, સ્મૃતિ ઈરાની, દુષ્યંત ચૌટાલા, મહેન્દ્ર પાંડે, શિવરાજ સિંહ ચૌહાણ, વસુંધરા રાજે સિંધિયા, રઘુવર દાસ, જી કિશન રેડ્ડી, મનોહર લાલ, રાજનાથ સહિત ઘણા નેતાઓ મંચ પર હાજર રહ્યા છે.

આ મંત્રીઓએ લીધા શપથ  

1- કનુભાઈ દેસાઈ

2- હૃષીકેશ પટેલ

3- રાઘવજી પટેલ

4- બળવંતસિંહ રાજપૂત

5- કુંવરજી બાવળિયા

6- મૂળુભાઈ બેરા

7- ભાનુબેન બાબરીયાથ

8- કુબેર ડીડોર.

9- હર્ષ સંઘવી

10- જગદીશ વિશ્વકર્મા

ભૂપેન્દ્ર પટેલની સાથે ઉપરોક્ત કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા લીધા છે. જોકે હવે આજે સાંજે નવા મંત્રીમંડળના સભ્યોને ખાતાઓની વહેંચણી કરવામાં આવશે. 

આ સમાચાર પણ વાંચો: ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો આંચકો, પાંચેય MLA ભાજપમાં જાય તેવી શક્યતા

મળતી માહિતી મુજબ આ વખતે ભાજપે રિપીટ અને નો-રિપિટ થિયરી અપનાવી છે. મોટાભાગે મંત્રીમંડળ નક્કી કરતી વખતે મોટા માથા, જાતિ સહિતના પરિબળો ધ્યાને લેવામાં આવતા હોય છે, જો કે આ વખતે ભાજપની રેકોર્ડ બ્રેક જીત સાથે કોઈ બાધ રાખવામાં આવી નથી. જોકે મીડિયા અહેવાલો મુજબ આ અત્યાર સુધીનું સૌથી નાનું મંત્રીમંડળ હોવાનું માનવામાં આવી રહ્યું છે.  

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *