Bhupesh Baghel CBI Raid: છત્તીસગઢની રાજધાની રાયપુર અને ભિલાઈમાં CBIની ટીમે દરોડા શરૂ કર્યા છે. એજન્સીએ પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના નિવાસ અને IPS અધિકારી આરિફ શેખના ઘરે દરોડા શરૂ કર્યા છે. મહાદેવ બેટિંગ એપ (Mahadev Betting App) મામલે બઘેલના ઘર સહિત અનેક જગ્યાઓ પર દરોડા ચાલુ છે. ED પછી CBIએ પણ મહાદેવ બેટિંગ એપ મામલે એન્ટ્રી કરી છે.
Bhupesh Baghel CBI Raid: મહાદેવ બેટિંગ એપ કેસ
CBIના અધિકારીઓ સવારે ભિલાઈ અને રાયપુર સ્થિત નિવાસ પર પહોંચી ગયા હતા. માહિતી મુજબ, CBIની ટીમ મહાદેવ બેટિંગ એપ મામલે દરોડા પાડવા પહોંચી છે. આ પહેલા EDની ટીમે પણ આ જ સમયે દરોડા કર્યા હતા. ભુપેશ બઘેલના કાર્યાલયે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, “હવે CBI આવી છે. આગામી 8 અને 9 એપ્રિલે અમદાવાદ (ગુજરાત)માં થનારી AICCની બેઠક માટે રચિત “ડ્રાફ્ટિંગ કમિટી”ની મીટિંગ માટે આજે પૂર્વ મુખ્યમંત્રી ભુપેશ બઘેલનું દિલ્હી જવાનું આયોજન છે. તે પહેલા જ CBI રાયપુર અને ભિલાઈ નિવાસ પર પહોંચી ગઈ છે.”
Bhupesh Baghel CBI Raid: મહાદેવ બેટિંગ એપ શું છે?
મહાદેવ બેટિંગ એપ ઓનલાઇન સટ્ટાબાજી માટે બનાવાયેલ એપ છે. આ એપ પર યુઝર્સ પોકર, કાર્ડ ગેમ્સ, ચાન્સ ગેમ્સ લાઇવ ગેમ રમતા હતા. એપ દ્વારા ક્રિકેટ, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ જેવા રમતો અને ચૂંટણીમાં ગેરકાયદે સટ્ટાબાજી પણ કરવામાં આવતી હતી. મહાદેવ બેટિંગ એપના માધ્યમથી હજારો કરોડની ઠગાઈ કરવામાં આવી હતી. CBIના અધિકારીઓએ જણાવ્યું કે, આ મામલે અનેક રાજકીય નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓની સંડોવણી છે