Site icon

હેં!! કર્ણાટકની આ સ્કૂલે વિદ્યાર્થીઓ માટે બહાર પાડ્યો અજબ ફતવો, દક્ષિણપંથીઓ નારાજ… જાણો વિગતે

maharashtra education commissioner direct to education officer for take action against bogus school

maharashtra education commissioner direct to education officer for take action against bogus school

News Continuous Bureau | Mumbai

દક્ષિણ ભારત(South India)ના કર્ણાટક (Karnataka)રાજ્યના બેંગલોર(Bangalore school student)ની એક સ્કુલે પોતાના વિદ્યાર્થીઓ માટે અજબ ફતવો બહાર પાડ્યો છે. તે મુજબ વિદ્યાર્થીઓને પોતાની સાથે સ્કુલે બાઈબલ(Bible)ને લઈ જવુ જરૂરી રહેશે. સ્કૂલ મેનેજમેન્ટના આ નિર્ણય સામે દક્ષિણપંથી જૂથે નારાજગી વ્યક્ત કરી છે. 

Join Our WhatsApp Community

મીડિયામાં આવેલા અહેવાલ મુજબ બેંગ્લોરની આ સ્કુલએ માતા-પિતા પાસેથી એક શપથ પત્ર પણ લીધો છે, જેમાં વિદ્યાર્થીઓએ સ્કુલમાં બાઇબલ કે ભજન(bible or bhajan booki)નું પુસ્તક લઈ જવા સામે કોઈ વાંધો નહીં હોવાનું જણાવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : બાળપણમાં PM મોદી જ્યાં ચા વેચતા તે ટી સ્ટોલનું કરાયું નવીનીકરણ, આબેહૂબ તેવો સ્ટોલ બાજુમાં તે જ નંબર સાથે શરૂ કરાયો; જુઓ તસવીરો, જાણો વિગતે

સ્કૂલ મેનેજમેન્ટ(School Management)ના આ નવા નિર્દેશ પર દક્ષિણપંથીઓ જૂથની પ્રતિક્રિયાઓ સામે આવી છે, જેમણે આને કર્ણાટક શિક્ષણ અધિનિયમનુ ઉલ્લંઘન ગણાવ્યું છે. તેઓએ એવો આરોપ મુક્યો છે કે વિદ્યાર્થીઓ પર તેમની ઈચ્છા વિરૂદ્ધ ધાર્મિક શિક્ષણ થોપવામાં આવી રહ્યુ છે. આ જૂથે શિક્ષણ વિભાગને સ્કૂલ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની પણ માગણી કરી છે.

અહીં ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કર્ણાટક સરકારે સ્કુલમાં ભગવદ ગીતા(Bhagavad Gita)ને સ્કુલના અભ્યાસક્રમમાં સામેલ કરવાના આયોજનની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ જોકે કહ્યુ હતુ કે ભગવદ્ ગીતાને સ્કુલના અભ્યાસક્રમમાં સામેલ કરવાનો નિર્ણય ચર્ચા બાદ લેવામાં આવશે. કર્ણાટક સિવાય ગુજરાત સરકારે પણ શૈક્ષણિક વર્ષ 2022-23થી ભગવદ ગીતા ધોરણ 6થી 12 સુધીના શાળાકીય અભ્યાસક્રમનો ભાગ હશે એવી જાહેરાત કરી છે.

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version