Site icon News Continuous Bureau | Mumbai

ED Raid: પશ્વિમ બંગાળમાં ફરીથી EDની મોટી કાર્યવાહી… અધિકારીઓ 24 CRPF વાહનો સાથે આ TMC નેતાના ઘરે પહોંચી..

ED Raid: ઈડીની ટીમ આજે ફરી રાશન વિતરણ કૌભાંડમાં જોડાયલે ટીએમસી નેતાને ઘરે પોલીસ અને સીઆરપીએફ ફોર્સ સાથે 24 પરગણાં વિસ્તારમાં પહોંચી છે.

Big action of ED again in West Bengal... Officials with 24 CRPF vehicles reached this TMC leader's house..

Big action of ED again in West Bengal... Officials with 24 CRPF vehicles reached this TMC leader's house..

 News Continuous Bureau | Mumbai

ED Raid: ED એ પશ્ચિમ બંગાળમાં ( West Bengal ) ફરી એક મોટી કાર્યવાહી કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની એક ટીમ રાશન વિતરણ કૌભાંડ ( Ration distribution scam ) સાથે જોડાયેલ મામલામાં દરોડા પાડવા માટે પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં તૃણમૂલ કોંગ્રેસના ( TMC ) નેતા શાહજહાં શેખના ઘરે પહોંચી છે. જણાવવામાં આવ્યું છે કે આ દરમિયાન કેન્દ્રીય તપાસ એજન્સીની સાથે CRPFની એક કંપની સહિત ભારે દળ હાજર છે. એજન્સીની ટીમ 24થી વધુ કારના કાફલા સાથે શાહજહાંના ઘરે પહોંચી છે. સ્થાનિક પોલીસને પણ સાથે લેવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

નોંધનીય છે કે, આ પહેલા 5 જાન્યુઆરીએ EDની ટીમ તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા શાહજહાં શેખના ( shahjahan shaikh )  ઠેકાણા પર પહોંચી હતી. ત્યારબાદ શેખના સમર્થકોએ ED અધિકારીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં EDની સાથે કેન્દ્રીય સુરક્ષા દળોના ( Central Security Forces )  વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. EDની ટીમ 24 પરગણા જિલ્લામાં સ્થિત શાહજહાં શેખના ઘરે દરોડા પાડવા પહોંચી હતી. આ દરમિયાન 3 અધિકારીઓ ઘાયલ થયા હતા.

  શાહજહાં શેખના ઘરમાં ED ની કાર્યવાહી ચાલુ છે.

વાસ્તવમાં, શાહજહાં શેખ અથવા એસકે શાહજહાં ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલી વિસ્તારમાં રહેતા ટીએમસીના ખૂબ જ પ્રભાવશાળી નેતા છે. તેઓ ઉત્તર 24 પરગણા જિલ્લા પરિષદના સભ્ય પણ છે. શેખે તેમની રાજકીય કારકિર્દી પશ્ચિમ બંગાળમાં ડાબેરી સરકાર દરમિયાન શરૂ કરી હતી. શાહજહાં શેખ શરૂઆતમાં CPIMમાં હતા. આ પછી, તેઓ TMC નેતા જ્યોતિપ્રિયો મલિકની મદદથી 2009-2010ની આસપાસ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા. શેખે ઘણી વખત પંચાયતની ચૂંટણી પણ લડી હતી અને સ્થાનિક પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા પણ હતા.

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: શું રાકેશ રોશન ની ડોક્યુમેન્ટરી માં જોવા મળશે શાહરુખ ખાન? નિર્દેશકે કર્યો આ વાત નો ખુલાસો

વિરોધ પક્ષોનો આરોપ છે કે શાહજહાં શેખ સ્થાનિક વિસ્તારમાં કુખ્યાત છે. તે એક હત્યાના કેસમાં એફઆઈઆરમાં આરોપી પણ છે. જો કે બંગાળ પોલીસે શેખને સંપૂર્ણ ક્લીનચીટ આપી દીધી છે. હત્યા કેસમાં અંતિમ ચાર્જશીટમાંથી શેખનું નામ હટાવી દેવામાં આવ્યું છે. 2021ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ટીએમસી નેતા પર રાજકીય હિંસા અને વિરોધ પક્ષોના ઉમેદવારો અને મતદારોને ડરાવવાના આરોપો લાગ્યા છે. શેખે 2022 માં છેલ્લી પંચાયતની ચૂંટણી લડી હતી અને 34,000 થી વધુ મતોથી ઉત્તર 24 પરગણા જિલ્લાની જિલ્લા પરિષદના સભ્ય તરીકે ચૂંટાયા હતા.

ઉલ્લેખનીય છે કે, ED ઘણા મહિનાઓથી રાશન વિતરણ કૌભાંડ કેસની તપાસ કરી રહી છે . EDએ તપાસમાં ખુલાસો કર્યો હતો કે, પશ્ચિમ બંગાળમાં લાભાર્થીઓ માટે જાહેર વિતરણ વ્યવસ્થા (PDS)ના લગભગ 30 ટકા રાશન ખુલ્લા બજારમાં વેચવામાં આવ્યું હતું. રાશનની કથિત ચોરી બાદ મળેલા પૈસા મિલ માલિકો અને પીડીએસ વિતરકો દ્વારા વહેંચવામાં આવ્યા હતા. એટલું જ નહીં રાઇસ મિલ માલિકો અને અન્ય લોકોએ મળીને ખેડૂતોના નકલી બેંક ખાતા ખોલાવ્યા હતા. ડાંગર ઉત્પાદકોને ચૂકવવામાં આવતી MSPથી પોતાના ખિસ્સા ભર્યા હતા. તમને જણાવી દઈએ કે શાહજહાં શેખ રાજ્ય મંત્રી જ્યોતિપ્રિયા મલિકના નજીકના સહયોગી માનવામાં આવે છે. હાલ કરોડો રૂપિયાના રાશન વિતરણ કૌભાંડ મામલે જ્યોતિપ્રિયા મલ્લિકની ધરપકડ કરવામાં આવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Palghar Illegal Liquor Seized પાલઘરમાં ટેમ્પોમાંથી ₹૨૨.૯ લાખનો ગેરકાયદેસર વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત
Essential Medicine Prices Capped બ્લડ પ્રેશર (Blood Pressure), હાર્ટ અને ડાયાબિટીસની ૩૯ આવશ્યક દવાઓના ભાવ પર સરકારનું નિયંત્રણ (Price Cap)
India Acquires MQ9 Reaper Drones ભારતની સંરક્ષણ ક્ષમતામાં મોટો વધારો ૩૧ ‘MQ9 રીપર ડ્રોન’ (MQ9 Reaper Drones) ની ઐતિહાસિક ખરીદી
FSSAI Action on Swiggy “સ્વિગી માટે મુશ્કેલીઓ વધી! ફૂડ સેફ્ટીના ભંગ બદલ FSSAI ની લાલઆંખ, કંપની સામે લેવાઈ શકે છે કે કડક પગલાં .”
Exit mobile version