ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,12 જાન્યુઆરી 2022
બુધવાર.
ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાતની સાથે જ નેતાઓની પાર્ટી બદલવાનો સિલસિલો તેજ થઈ ગયો છે.
સહારનપુરના બેહટ વિધાનસભા સીટથી કોંગ્રેસના ધારાસભ્ય નરેશ સૈની અને ફિરોઝાબાદના સિરસાગંજના સપા ધારાસભ્ય હરિઓમ યાદવ ભાજપમાં જોડાયા છે.
આ ઉપરાંત પૂર્વ વિધાયક ધર્મપાલસિંહ પણ ભાજપમાં સામેલ થઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ ધર્મપાલસિંહ બીએસપી છોડીને સપામાં જોડાયા હતા.
ભાજપે બુધવારે પોતાના મિશન યુપીને આગળ વધાર્યું અને ત્રણ મોટા નેતાઓ ભાજપમાં સામેલ થયા. જેનાથી કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે.