News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)ની રાજનીતિમાં હાલ એક ચર્ચાએ જોર પકડ્યું છે. મહારાષ્ટ્રના શિવસેના(Shivsena)ના લગભગ તમામ ધારાસભ્યો(MLAs) હાલ પાર્ટી છોડીને જતા રહ્યા છે ત્યારે એવી ચર્ચા ચાલી રહી છે કે બે તૃતીયાંશથી વધારે ધારાસભ્યો પણ શિવસેના પાર્ટી છોડી દેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર નવ જેટલા સાંસદ સભ્યો હાલ ભારતીય જનતા પાર્ટી(BJP)ના સંપર્કમાં છે. અમુક ધારાસભ્યોના પરિવારજન સાંસદ(MP) છે. આ તમામ સાંસદ સભ્યો એક ઝટકામાં પાર્ટી છોડી દેશે. આમ શિવસેના પાર્ટી સંસદ(Parliament)માં પણ પોતાની તાકાત ગુમાવશે.
આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપી દીધું પરંતુ એક સૌથી મોટો મોકો ગુમાવ્યો- જાણો એ મોકો જે અટલ બિહારી વાજપેયીએ વાપર્યો હતો અને ફરી એકવાર વડાપ્રધાન બન્યા હતા