News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રની(Maharashtra) સત્તા ગુમાવ્યા બાદ શિવસેનાના(Shivsena) પક્ષપ્રમુખ(party president) ઉદ્ધવ ઠાકરેને(Uddhav Thackeray) વધુને વધુ ઝટકા લાગી રહ્યા છે. ઉદ્ધવ સામે બળવો કરી મુખ્યપ્રધાન(Chief minister) બનનારા એકનાથ શિંદેએ(Eknath shinde) હવે ઉદ્ધવ ઠાકરે વધુ એક ઝટકો આપ્યો છે. મુંબઈ બાદ બીજું મહત્વનું શહેર ગણાતા થાણે પાલિકાની(Thane palika) સત્તા પણ શિવસેના પાસેથી છીનવાઈ ગઈ છે. થાણે મહાનગરપાલિકાના(BMC) શિવસેનાના 67 પૈકીના 66 નગરસેવકો(Corporators) હવે એકનાથ શિંદેની ટીમમાં સામેલ થઈ ગયા છે.
શિવસેના માટે આ ઘટના મોટા આઘાત સમાન છે. જાણવા મળ્યા મુજબ ટીમ શિંદેમાં જોડાનારા તમામ 66 શિવસેના નગરસેવક મુખ્યમંત્રી એકનાથ શિંદેને તેમના નિવાસ સ્થાને મળ્યા હતા. ઉદ્ધવ અને શિવસેના માટે આ બહુ મોટો ફટકો સમાન છે. કારણ કે આગામી દિવસમાં મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી(BMC elections) થવાની છે તેથી થાણેમાં નગરસેવકોના પક્ષાંતરની અસર મુંબઈને પણ થઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : પક્ષમાં થતું વધુ ગળતર રોકવા એકલા અટુલા પડેલા ઉદ્ધવ ઠાકરેની ઈમોશનલ સ્પીચ-કહ્યું મારી પાસે આપવા કઈ બચ્યુ નથી-જાણો બીજું શું કહ્યું
મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી એકનાથ શિંદે થાણેમાં મજબૂત પકડ ધરાવતા હોવાનું માનવામાં આવે છે. 1997ના વર્ષમાં તેઓ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની(Thane Municipal Corporation) ચૂંટણીમાં વિજેતા બન્યા હતા. ત્યારબાદ 2001ના વર્ષમાં થાણે પાલિકામાં તેઓ વિપક્ષના નેતા (Opposition Leader) પણ રહ્યા હતા. ત્યારબાદ 2002ના વર્ષમાં તેઓ બીજી વખત થાણેના નગરસેવક બન્યા હતા. 2004ના વર્ષમાં શિંદે થાણે વિધાનસભા બેઠક (Assembly seat) પરથી ચૂંટણી જીત્યા હતા. ત્યાર બાદ તેઓ 2009, 2014 અને 2019ના વર્ષમાં થાણેની કોપરી પાંચપાખડી બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા.