મહારાષ્ટ્રમાં મોટું એન્કાઉન્ટર : ગઢચિરોલીમાં 13 માઓવાદી ઠાર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૧ મે ૨૦૨૧

શુક્રવાર

ગઢચિરોલી પાસે આવેલા પાયડી-કોટમી વિસ્તારમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં 13 માઓવાદીઓનાં મૃત્યુ થયાં છે. C60 કમાન્ડોની ટીમે ગામ નજીક આવેલા એક કૅમ્પ પર નજર રાખી હતી. વાત એમ છે કે નક્સલવાદીઓ જંગલમાંથી ગામવાસીઓને મળવા આવ્યા હતા. ચાલુ વર્ષે તેન્દુ પત્તાંને વેચવા અને કઈ કિંમતે વેચવા એ સંદર્ભે ચર્ચા કરવા આવ્યા હતા.

આની જાણકારી પોલીસને મળતાં પોલીસે કૅમ્પ પર હુમલો કરી દીધો હતો. અનેક નક્સલવાદીઓ ભાગવામાં સફળ થયા, પરંતુ 13 નક્સલવાદીઓનાં મૃત્યુ થયાં છે. ઘટનાસ્થળેથી પોલીસને હથિયાર, પ્રચાર સાહિત્ય, જીવનજરૂરિયાતની વસ્તુઓ પ્રાપ્ત થઈ છે.

ગઢચિરોલીમાં થયેલું આ ઑપરેશન માઓવાદીઓ સામેનું સફળ ઑપરેશન માનવામાં આવે છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *