News Continuous Bureau | Mumbai
Rajkot: રાજકોટની માર્કેટિંગ યાર્ડમાં ( marketing yard ) મગફળીની ( Peanuts ) અને કપાસ ( cotton ) તથા સોયાબીનની ( Soybean ) આવક ( income ) આજથી શરૂ થવા પામી છે ત્યારે ખેડૂતો પોતાના પાકને લઈ સવારથી જ રાજકોટના માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા છે. રાજકોટના માર્કેટીંગ યાર્ડમાં અનેક પાકોની આવક હાલ શરૂ થઈ ગઈ છે ત્યારે પાકની આવક ચાલુ થતા યાર્ડમાં ખુશીનું માહોલ જોવા મળ્યો હતો. ખેડૂતોને પણ પોતાના પાકની કિંમત મળતા તેઓ પણ ખુશ ખુશાલ થયા હતા રાજકોટમાં પાકની આવક માર્કેટિંગ યાર્ડના ચેરમેન તથા ડિરેક્ટર સર્વિસ અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં આજથી મગફળી સહિત કપાસ તેમજ સોયાબીનના પાકની આવક શરૂ થઈ ગઈ છે. ત્યારે આવક શરૂ થતાં જ માર્કેટિંગ યાર્ડ ધમધમી ઉઠ્યા હતો કર્મચારી સહિત ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો. પાકની આવક શરૂ થતાં જ સવારથી માર્કેટિંગ યાર્ડ બહાર ટ્રકની લાંબી લાઈન લાગી હતી. માર્કેટિંગ યાર્ડમાં મગફળીની કુલ ૫૫ હજાર ગુણીની આવક થઈ છે જ્યારે કપાસની ૩૩ હજાર મણ આવક થઈ છે અને સોયાબીનની ૨૩ હજાર મણ આવક થવા પામી છે. રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં પાકની આવક સમયે ચેરમેન જયેશ બોઘરા તેમજ ડિરેક્ટર અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
આ સમાચાર પણ વાંચો : Chief Information Commissioner : રાજસ્થાનના હીરાલાલ સામરિયાએ મુખ્ય માહિતી કમિશનર તરીકે શપથ ગ્રહણ કર્યા.. જાણો કોણ છે હીરાલાલ સામારિયા.. વાંચો વિગતે અહીં..