News Continuous Bureau | Mumbai
Lok Sabha Election: લોકસભા ચૂંટણી પહેલા, નેતાઓના નિવેદનોને કારણે મહારાષ્ટ્રમાં રાજકીય તાપમાન વધુ વધી ગયું છે. દરમિયાન, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ( Devendra Fadnavis ) શુક્રવારે અગાઉની મહા વિકાસ અઘાડી સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે રાજ્યમાં શિવસેના-ઉદ્ધવ ઠાકરે જૂથ સાથે ભારતીય જનતા પાર્ટીની સમજૂતીનો કોઈ પ્રશ્ન જ નથી. જોકે તેમણે ( Raj Thackeray ) રાજ ઠાકરેની MNS સાથે બેઠકોની વહેંચણીની શક્યતાને નકારી ન હતી.
મિડીયા ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, મુંબઈમાં અત્યારે જે કામ થઈ રહ્યું છે તે 20 વર્ષ પહેલા થઈ જવું જોઈતું હતું. તેમણે કહ્યું કે, “ઉદ્ધવ ઠાકરેએ ( Uddhav Thackeray ) કરેલું એક મોટું કામ બતાવો. અમે બુલેટ ટ્રેનમાં ( bullet train ) બુલેટની જેમ કામ કર્યું, ઉદ્ધવે તેને રોકી દીધું હતું.”
બેઠક ફાળવણીને લઈને રાજ્યની 80 ટકા બેઠકો માટે હાલ સમજૂતી થઈ છે..
દેવેન્દ્ર ફડણવીસે બેઠક ફાળવણી અંગે કહ્યું હતું કે, ભાજપ-શિંદેની આગેવાની હેઠળની શિવસેના-રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર) વચ્ચે રાજ્યની 80 ટકા બેઠકો માટે હાલ સમજૂતી થઈ છે. આ વખતે ભાજપ ( BJP ) સીટોનો રેકોર્ડ તોડશે, જોકે તેણે એમ પણ કહ્યું હતું કે તે પોતે લોકસભાની ચૂંટણી નહીં લડે .
આ સમાચાર પણ વાંચો : Manipur: મણિપુરની એક બેઠક પર બે તબક્કામાં મતદાન થશે, લોકો રાહત શિબિરોમાંથી મતદાન કરી શકશે… જાણો વિગતે..
આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ફડણવીસે સ્પષ્ટ કર્યું કે આ ચૂંટણી મુખ્યમંત્રી શિંદેના નેતૃત્વમાં જ લડવામાં આવશે. રાજ ઠાકરેની MNS સાથે ગઠબંધનની સંભાવના પર, ભાજપના નેતાએ કહ્યું કે તેમની સાથે વાતચીત ચાલી રહી નથી, પરંતુ “ગઠબંધનને પણ નકારી શકાય નહીં”. તેમજ ભાજપ હજુ પણ મુખ્યમંત્રીની ખુરશી પર દાવો કરશે નહીં. જો કે, ચૂંટણી બાદ સ્થિતિ જોયા બાદ આગળ નિર્ણય લેવામાં આવશે. તેમજ તેમણે કહ્યું કે જે લોકો વિપક્ષના MVA ગઠબંધનમાંથી આવવા માંગે છે. તો મહાયુતિમાં તેમનું સ્વાગત છે.
શિંદે સરકારના વિકાસ કાર્યો અંગે, નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે સરકાર 2011 પછી ધારાવીમાં સ્થાયી થયેલા જેઓ પાત્ર નથી તેમને પણ ઘર આપશે. તેમણે કહ્યું કે દેશનો સૌથી મોટો સેન્ટ્રલ ગ્રીન પાર્ક રેસ કોર્સની કેટલીક જમીન પર બનાવવામાં આવશે જે 300 એકરમાં હશે. મુંબઈ-એમએમઆર ક્ષેત્રમાં 375 કિલોમીટરનું મેટ્રો નેટવર્ક બનાવવામાં આવી રહ્યું છે.
ફડણવીસે આગળ કહ્યું હતું કે, ભાજપ કામના આધારે રાજનીતિ કરે છે ઇડીની તાકત પર નહીં. ગરીબો જાણે છે કે માત્ર પીએમ મોદી જ તેમનું ભલું કરી શકે છે. મહારાષ્ટ્રમાં ‘મોદી 360 ડિગ્રી’ બ્રાન્ડ છે. પીએમ મોદીનો રાજ્યના દરેક વર્ગ પર પ્રભાવ છે. તેમણે દાવો કર્યો કે આ વખતે મહારાષ્ટ્રમાં 40 નો રેકોર્ડ તૂટી જશે. ચૂંટણીનું ગણિત નહીં, ચૂંટણીનું રસાયણ કામ કરશે અને તમામ ચૂંટણી પંડિતો આ વખતે ખોટા સાબિત થશે.