News Continuous Bureau | Mumbai
એનસીપી પ્રમુખ શરદ પવાર(NCP Chief Sharad Pawar) ની તબિયતને લઈને મોટા સમાચાર સામે (Health Updates) આવી રહ્યા છે. મીડિયામાં પ્રસારિત અહેવાલો મુજબ શરદ પવારને સંપૂર્ણ સ્વસ્થ થવા માટે વધુ 2 દિવસનો સમય લાગશે. આવતીકાલથી એનસીપી કેમ્પ શરૂ થશે. શરદ પવાર આ શિબિરને માર્ગદર્શન આપવાના હતા. પરંતુ હજુ પણ તેમને સંપૂર્ણ સ્વસ્થ થવામાં ઓછામાં ઓછા 2 દિવસ લાગશે, તેથી તેમને જલ્દી રજા(Discharge) મળે તેવી શક્યતા ઓછી છે.
મહત્વનું છે કે તબિયત ખરાબ થતાં ગત સોમવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ(Breach candy hospital) માં દાખલ કરવામાં આવ્યા હતા. શરદ પવાર છેલ્લા બે દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : બ્યુગલ વાગી ગયું- ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ થઇ જાહેર- જાણો ક્યારે થશે મતદાન અને ક્યારે આવશે પરિણામ
ઉલેખનીય છે કે શરદ પવારનો 2 નવેમ્બર સુધીનો કાર્યક્રમ તેમની નાદુરસ્ત સ્થિતિને કારણે રદ્દ કરવામાં આવ્યો હતો.