ન્યુઝ કન્ટિન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૪ મે ૨૦૨૧
સોમવાર
રાજ્ય સરકાર હવે કોરોના ઓછો થવાની સાથે જ lockdown ને અનલોક કરવા સંદર્ભે ગંભીર રીતે વિચાર કરી રહી છે. રાજ્ય સરકારે આ સંદર્ભે એક રણનીતિ વિચારી છે. મંત્રાલયના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ચાર ચરણ માં lockdown ને હટાવવામાં આવશે.
સર્વપ્રથમ ચરણમાં દુકાનોને આંશિક રીતે ખોલવાની પરવાનગી આપવામાં આવશે
બીજા ચરણમાં દુકાનો અને સંપૂર્ણ રીતે ખોલવાની પરવાનગી આપવામાં આવશે
ત્રીજા ચરણમાં રેસ્ટોરન્ટ, પબ અને બારની ખોલવામાં આવશે
ચોથા ચરણમાં ટ્રેન સામાન્ય માણસ માટે ખોલવામાં આવશે.
મળતી માહિતી મુજબ પહેલી જૂન પછી ન્યૂનતમ પંદર દિવસ સુધી લોકલ ટ્રેન સામાન્ય માણસ માટે ખુલવાની નથી. એટલે કે પ્રાઇવેટ ઓફિસમાં કામ કરનાર લોકોને સમસ્યા રહેશે.
જો કે આ સંદર્ભે હજી સુધી સત્તાવાર રીતે કોઇ જાણકારી બહાર પાડવામાં આવી નથી. આ સંદર્ભે ના અંતિમ નિર્ણય રાજ્ય સરકારની કેબિનેટ મીટિંગમાં લેવામાં આવશે અને મુખ્યમંત્રી દ્વારા જાહેર કરાશે.