ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 14 એપ્રિલ 2021
મહારાષ્ટ્રમાં પ્રતિ દિન 1200 મેટ્રિક ટન જેટલા ઓક્સિજનનું ઉત્પાદન થાય છે. જ્યારે કે બીજી તરફ આજની તારીખમાં 950 મેટ્રિક ટન જેટલો ઓક્સિજન પ્રતિદિન વપરાઈ જાય છે. એટલે કે રાજ્ય સરકાર પાસે માત્ર ૨૫૦ મેટ્રિક ટન જેટલો ઓક્સિજનનો પૂરવઠો બચે છે.
જો ક્રિટિકલ પેશન્ટની સંખ્યા આ રીતે વધતી રહી તો બહુ જલદી મહારાષ્ટ્રમાં ઓક્સિજન સંકટ આવી પડશે.
રાજ્ય સરકારે આ માટે કેન્દ્ર સરકાર પાસે ઓક્સિજનની માંગણી કરી છે. કેન્દ્ર સરકારે આ માટે જે કેન્દ્રોથી ઓક્સિજન લાવવાની સૂચના આપી છે તે કેન્દ્રો આખા દેશમાં અલગ અલગ જગ્યાએ વહેંચાયેલા છે. અમુક કેન્દ્ર તો પશ્ચિમ બંગાળ અને ઉત્તરપૂર્વીય રાજ્યમાં છે. આ પરિસ્થિતિમાં ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાનને રિક્વેસ્ટ કરી છે કે વડાપ્રધાન પોતે આ મામલે ધ્યાન આપે અને તેમને એરફોર્સની મદદ થી વહેલામાં વહેલી તકે ઓક્સિજન પહોંચાડવાનો પ્રયત્ન કરે.