ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
02 સપ્ટેમ્બર 2020
જેલમાં સજા ભોગવી રહેલા લાલુ યાદવને હાલાકી ભોગવવી પડી રહી છે, એક તરફ જેડીયુના ભૂતપૂર્વ નેતા શરદ યાદવ દ્વારા આરજેડી છોડી દીધી હોવાના સમાચાર છે સાથે જ તેમના ધારાસભ્યો નીતિશ કુમારનો હાથ પકડી રહ્યા છે.
છેલ્લો કિસ્સો તેધરાના આરજેડી ધારાસભ્ય વિરેન્દ્ર કુમારનો છે, જેઓ આરજેડીના અન્ય ધારાસભ્યોના માર્ગે ચાલીને મંગળવારે નીતિશ કુમારની પાર્ટી જેડીયુમાં જોડાયા, આ પ્રસંગે, તેમણે મુખ્યમંત્રી નીતીશ કુમાર દ્વારા શરૂ કરવામાં આવેલાં વિકાસના કામોએ પાર્ટીમાં જોડાવાની પ્રેરણા આપી છે એમ કહ્યું હતું..
અત્રે ઉલ્લેખનીય છે કે વીરેન્દ્ર કુમાર પહેલા ગત 20 ઓગસ્ટે લાલુના ભાભી અને તેજ પ્રતાપના સસરા ચંદ્રિકા રાયએ લાલુને નીતીશ સાથે હાથ મેળવ્યાં હતાં. આ સાથે લાલુના કુલ સાત ધારાસભ્યો જયવર્ધન યાદવ, ફરાજ ફટમી, મર્હેશ્વર યાદવ, પ્રેમા ચૌધરી, અશોક કુમાર આરજેડીને અંગૂઠો બતાવી પહેલા જ જેડીયુમાં જોડાયા હતાં…
શરદ યાદવની પાર્ટી છોડવાની વાતને આરજેડી માટે સૌથી મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે, ત્યારે લાલુની આગેવાનીવાળા મહાગઠબંધન માટે પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ ગુડબાય કહેતા મોટો ફટકો પડયાનું માનવામાં આવે છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com