News Continuous Bureau | Mumbai
Bihar Bridge Collapse: બિહાર ( Bihar ) માં પુલ ધરાશાયી ( Bridge collapse ) થવાની ઘટનાઓ અટકી રહી નથી. અરરિયા બાદ હવે સિવાન ( Siwan ) માં પુલ ધરાશાયી થયો છે. આ પુલ ગંડક કેનાલ પર બનાવવામાં આવ્યો હતો, જે અચાનક તૂટીને પડી ગયો હતો. પહેલા પુલનો એક થાંભલો નીચે પડ્યો અને પછી આખો પુલ કેનાલમાં ગરકાવ થયો. પુલ ધરાશાયી થવાના જોરદાર અવાજથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.
Bihar Bridge Collapse: જુઓ વિડીયો
बिहार के सिवान में एक और पूल टूट कर गिरा,बजाओ ताली !
एक सप्ताह के अंदर ये दूसरा पूल है और साल भर का तो गिनती ही छोड़ दीजिए !
##Bihar #Pool pic.twitter.com/j3jbqQrj2b
— Mukesh singh (@Mukesh_Journo) June 22, 2024
Bihar Bridge Collapse: પુલ ધરાશાયી થવાના કારણે વાહનવ્યવહાર ઠપ
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. જોકે બ્રિજ તૂટી પડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે ગંડક કેનાલ પર બનેલો આ પુલ ઘણો જૂનો હતો. ગત વર્ષે કેનાલ બનાવવામાં આવી હતી પરંતુ કેનાલ બનાવવામાં બેદરકારી દાખવવામાં આવી હતી, જેના કારણે પાણીના જોરદાર પ્રવાહને કારણે પુલના થાંભલા પરથી માટી ખસી જવા લાગી. જેના કારણે પુલના થાંભલા ધસી પડવા લાગ્યા અને થોડીવારમાં જ પુલ ધરાશાયી થઈ ગયો. પુલ ધરાશાયી થવાના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો છે.
આ સમાચાર પણ વાંચો : ખાલપુરના નદીમાં ન્હાવા ગયેલા રિઝવી કોલેજના આટલા વિદ્યાર્થીઓનું ડૂબી જતા મોત.. જાણો વિગતે..
Bihar Bridge Collapse: લોકો પાસે બીજો કોઈ વિકલ્પ નથી!
ગંડક કેનાલ પર બનેલો આ પુલ મહારાજગંજ બ્લોકના પટેઢી બજાર અને દારુંડા બ્લોકની રામગઢ પંચાયતને જોડે છે. આ પુલની મદદથી હજારો લોકો એક બાજુથી બીજી તરફ જતા હતા, પરંતુ હવે લોકોને નજીકના ગામમાં જવા માટે પણ લાંબુ અંતર કાપવું પડશે.