ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
12 ઓગસ્ટ 2020
બિહારમાં ફરી એક વાર પુલનો એપ્રોચ રોડ ઉદ્ઘાટન પૂર્વે જ તૂટી ગયો છે. મુખ્યમંત્રી નીતિશ કુમારના ઉદ્ધાટનની થોડાક જ સમય પહેલા મેગા બ્રિજનો અપ્રોચ રોડ તુટી ગયો છે. છપરામાં બંગરા ઘાટ મહાસેતુનો અપ્રોચ રોડ ધ્વસ્ત થઈ ગયો છે. આ પુલ 509 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો અને મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે તેનું ઉદ્ઘાટન પણ કરવાના હતા.
પ્રાપ્ત જાણકારી મુજબ બૈકુંઠપુરમાં સારણ બાંધ તૂટવાના કારણે બંગરા ઘાટ મહાસેતુનો એપ્રોચ રોડ તૂટી ગયો છે. મહાસેતુનો એપ્રોચ રોડ આશરે 50 મીટરના ક્ષેત્રમાં તૂટી ગયો છે. જોકે, બિહાર સ્ટેટ બ્રિજ કન્સ્ટ્રક્શન કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા તથા બેથી વધારે જેસીબી મશીન અને અનેક મજૂરો સમારકામ માટે લાગી ગયા છે. તો બીજી તરફ વિપક્ષે એપ્રોચ માર્ગ તૂટી જવાના મુદ્દે બિહારને નિશાન બનાવ્યું છે. ગોપાલગંજ, આરજેડી દ્વારા ટ્વીટ કરીને કહ્યું છે કે, 'ગોપાલગંજના બંગરા ઘાટનો પુલ જે મુખ્યમંત્રી દ્વારા ઉદ્ઘાટન પહેલા જ તૂટી ગયો. હવે ભાજપ-જેડીયુ વાળાઓ હોબાળો કરશે કે પુલ નહીં એપ્રોચ રોડ તૂટ્યો છે જાણે એપ્રોચ રોડ વિપક્ષે બનાવ્યો હોય. મુખ્યમંત્રી તેમ છતાં ઉદ્ધાટન કરશે કારણ કે આજકાલ કોઈ પણ નવી, જુની, જર્જરિત, તૂટેલી વસ્તુઓનું ઉદ્ઘાટન કરવામાં માહેર છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com